Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સિદ્ધપુર હાઇવે પર રાત્રીના સુમારે મિલ્ક ફેડરેશનના માર્કેટિંગ અધિકારીની ગાડીને ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

સિધ્ધપુર:હાઈવે પર ગઈરાત્રીના સુમારે ગુજરાત મિલ્ક ફેડરેશનના માર્કેટીંગ અધિકારીની ગાડીને એક ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હતી. જ્યારે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો  નોંધાતા અકસ્માતે સવાલો ઉભા કરી દીધા હતા. નોંધપાત્ર છે કે, ગુજરાત મિલ્ક ફેડરેશનના ક્વોલીટી કંટ્રોલ અધિકારી તાજેતરમાં સામે આવેલા મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી ભેળસેળ પ્રકરણમાં સાક્ષી હોવાનું બહાર આવ્યું છે.

સિધ્ધપુર હાઈવે દેથળી ચાર રસ્તા પાસે એક મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જેમાં એક ટ્રક ચાલકે એક ગાડીને ટક્કર મારતા મોટી જાનહાનિ ટળી હતી. જેમાં અકસ્માત ગંભીર રીતે જોઈએ તો અકસ્માત થયેલ ગાડીમાં બેઠેલ અકસ્માતગ્રસ્ત ઉચ્ચ અધિકારી વેંકટરાવ અલાપાર્થિ, રહે. બનાસ ડેરી સ્ટાફ ક્વાર્ટર, પાલનપુર, મુળ રહે. આંધ્રપ્રદેસ, દૂધ સાગર ડેરીના ચર્ચાસ્પદ ડુપ્લીકેટ ઘી કાંડમાં સાક્ષી હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ મહેસાણાથી પાલનપુર જઈ રહ્યા  હતા. જેમાં અકસ્માત થતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. જ્યારે અકસ્માત નોતરનાર ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. પરંતુ અકસ્માત એટલો ગંભીર હોવાના કારણે મોટી જાનહાનિ થતા  બચી ગઈ હતી. જ્યારે બાબતે કોઈ ફરિયાદ થતા તેમાં પણ અનેક સવાલો ઉભા થયા છે.

(6:26 pm IST)