Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ગાંધીનગર જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં જન્માષ્ટમી પહેલા જુગાર રમનારને ત્યાં પોલીસે દરોડા પાડી 29 શકુનિઓને ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં સાતમ-આઠમના તહેવાર શરૂ થતાંની સાથે જુગાર જામ્યો છે ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા દોડી રહી છે. છેલ્લા થોડા સમય દરમ્યાન એલસીબીની સાથે સ્થાનિક પોલીસે અલગ અલગ પાંચ સ્થળોએ દરોડા પાડીને ર૯ જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડયા હતા જેમની પાસેથી .૭૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવારને હજુ બે દિવસનો સમય બાકી છે ત્યારે જુગારની બાજી માંડીને બેઠેલા જુગારીઓને પકડવા પોલીસ બાતમીદારોને પણ સક્રિય કરી રહી છે

જિલ્લામાં સાતમ-આઠમનો જુગાર પકડવા પોલીસ મથી રહી છે ત્યારે એલસીબી પીએસઆઈ ડી.એસ.રાઓલની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અડાલજ ચેહરમાતાજીના મંદિરની બાજુમાં કેટલાક ઈસમો જુગાર રમી રહયા છે જેના પગલે દરોડો પાડી રાજેશ કાળાજી ઠાકોર રહે.અડાલજ, શંકરજી કાળાજી ઠાકોર રહે.સઈજ, દોલસંગજી ગલાજી ઠાકોર રહે.કલોલ પૂર્વ-મોતીનગર, રોહિતજી મણાજી ઠાકોર રહે ઓંગણજ અને સંજય રમેશજી ઠાકોર રહે.સઈજ મહાદેવપુર તા.કલોલને ર૮૫૯૦ની રોકડ અને ત્રણ મોબાઈલ મળી ૩૪૫૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

(6:25 pm IST)