Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા વેપારીની ઓફિસમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી વેપારી સહીત 11ની ધરપકડ કરી

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં બોમ્બે કોલોની સામે આવેલા અક્ષર ડાયમંડમાં હીરા વેપારીની ઓફિસમાં જુગાર રમતા હીરા વેપારી સહિત 11 ને કાપોદ્રા પોલીસે ગત મધરાતે બાદ છાપો મારી ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 32,370 કબજે કરી તમામ દારૂ પીને જુગાર રમવા બેસ્યા હોય દરેક વિરૂદ્ધ અલગથી કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે, કાપોદ્રા પોલીસે ગત મધરાતે બાદ બે વાગ્યાના અરસામાં કાપોદ્રા બોમ્બે કોલોની સામે અક્ષર ડાયમંડ પ્લોટ નંબર 35 લાખ ખાતા નંબર 13 ના પહેલા માળે છાપો માર્યો હતો. સુરતના વેડ રોડ ખાતે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા યુવાન હીરા વેપારી યોગેશ ઘનશ્યામભાઈ સાકરીયાની ઓફિસમાં યોગેશ સાકરીયા ઉપરાંત અન્ય 10 વેપારી અને નોકરિયાત યુવાનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.32,370 કબજે કર્યા હતા

(6:23 pm IST)