Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે કણજીપાણી ગામમાં સરદાર આવાસ યોજનાનું મકાન ધરાશાયીઃ પિતા-પુત્ર અને દાદીનું મોત

જાંબુઘોડા : પંચમહાલ જિલ્લામાં ગત્તરાત્રે પડેલા ધોધમાર વરસાદના પગલે તાલુકાના કણજીપાણી ગામમાં સરદાર આવાસ યોજનાનું મકાન ધરાશાયી થતા એક પરિવારનાં 4 સભ્યો દટાયા હતા. જે પૈકી 3 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. એખ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નિપજ્તા પરિવારમાં શોક છવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત રાત્રે જિલ્લાનાં જાબુંઘોડા 4 ઇંચ, હાલોલમાં સાડા ત્રણ ઇંચ, મોરવા હડફમાં અઢી ઇંચ, ઘોઘંબામાં અઢી ઇંચ, ગોધરામાં ડોઢ ઇંચ અને કાલોકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદના પગલે પંચમહાલ જિલ્લાનાં કણજીપાણી ગામનું સરદાર આવાસ યોજનાનું એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક પરિવારનાં 4 લોકો દબાયા હતા.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ગામલોકો દોડી ગયા હતા. જો કે કાટમાળમાંથી 60 વર્ષીય વૃદ્ધા દેવીબેન, 35 વર્ષીય રળતાભાઇ બચુભાઇ અને 5 વર્ષના બાળક વિષ્ણુનું મોત નિપજ્યું હતું. જો કે સદનસીબે પરિવારનાં એક સભ્યનો બચાવ થયો છે. તેને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

(5:03 pm IST)