Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દેત્રોજ તાલુકાના ઓઢવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:૧૨૫ રોપાઓ રોપવામાં આવ્યા

વન વિભાગ દેત્રોજ અને ઓઢવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકાના ઓઢવ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગ દેત્રોજ રેન્જ અને ઓઢવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત ઓઢવ ગામમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચ અને વૃક્ષ પ્રેમી ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. ૧૨૫ રોપાઓ રોપવામાં આવ્યા અને ૧૫૦ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વન વિભાગના આર.એફ.ઓ વિષ્નુભાઇ લીંબાચીય એસ. આર .સિંધવ, મામલતદાર જી.એસ બાવા, ઓઢવ ગામના સરપંચ મહેન્દ્રભાઇ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:14 pm IST)