Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શાકાહારી ગુજરાતીઓના ભોજનની થાળીમાં આવ્યો મોટો ફેરફાર

અમદાવાદ, તા. ૧૧ : ગુજરાતના ખેડૂતો માંગ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરતાં હોય છે. જે વસ્તુની માંગ ઓછી થઈને ભાવ નીચે જતાં રહે તે વસ્તુ ઓછી ઉગાડે છે. આવું અનાજમાં થઈ રહ્યું છે. અનાજની સામે લીલા શાકભાજી અને ફળની ભારે માંગ ઊભી થતાં હવે તેનું વાવેતર અને ઉત્પાદન વધારી રહ્યાં છે. ખેતીનો ટ્રેન્ડ બતાવે છે કે લોકો અનાજ જેવા સુકા પદાર્થો ખાવાના બદલે લીલા, લચીલા, રસદાર, ફળ અને શાકભાજી ખાવા તરફ વળી ગયા છે.

અનાજનો વપરાશ દ્યટ્યો , લીલોતરી વધી

ગુજરાતમાં હવે અનાજ ૪૦૦ ગ્રામ માથાદીઠ ખવાય છે. તેની સામે લીલા શાકભાજી ૫૩૦ ગ્રામ અને ફળ ૩૯૦ ગ્રામ ખેતરોમાં પેદા થવા લાગ્યા છે. આમ ૪૦૦ ગ્રામ અનાજની સામે ૧૦૦૦ - એક કિલો - ગ્રામ શાકભાજી, મસાલા, શેરડી, ફળ ખાવામાં આવી રહ્યાં છે. ગુજરાતના લોકો હવે શાકાહારીમાંથી વેજાહારી બની રહ્યાં. અનાજના બદલે હવે લાલીશાક અને ફળ વધું ખાઈ રહ્યા છે. ગુજરાતમાંથી ફળ બહાર ઓછા જાય છે પણ આયાતનું પ્રમાણ બે ગણું છે. જેમાં ખજુર, નાળિયેર, સફરજન વગેરે મોટા પ્રમાણમાં આયાત થાય છે પણ નિકાસ ઓછી થાય છે. તેની સાથે ગણવતરી કરવામાં આવે તો ગુજરાતના લોકો પહેલા અનાજ વધું ખાતા હતા હવે અનાજ ઓછું કરીને તાજી વસ્તુઓ વધું ખાઈ રહ્યાં છે કે પેદા કરી રહ્યાં છે.

૨૦૦૧માં માથાદીઠ ફળનું ઉત્પાદન ૪૬.૯૮ કિલો વર્ષે હતું અને માથાદીઠ રોજનો વપરાશ ૧૨૯ ગ્રામ હતો. આજે તે વધીને ૩૯૦ ગ્રામ થયો છે. અઢી ગણા વધું ફળ ખવાય છે. આવું જ શાકભાજીનું છે. શાકભાજી ૬૫.૯૮ કિલો વર્ષે એક માણસ વાપરતો હતો. જે રોજનું ૧૮૧ ગ્રામ ૨૦૦૧માં વપરાતા હતા, જે આજે ૨૦૨૦ માં ૫૩૦ ગ્રામ શાકભાજી રોજ વાપરે છે. આમ શાકભાજી અને ફળ ખાવા તરફ ગુજરાત જતું રહ્યું છે. જે કુદરતી આહાર માટેની દોડ જોવા મળે છે.

આમ ગુજરાત માથાદીઠ વર્ષે ૭૮૭.૨૫ કિલો ખેતરમાં વસ્તુ પેદા કરે છે, જે રોજનું લોકો દ્વારા વપરાતું અથવા ઉત્પાદીત થતું હોય એવી ૨.૧૫ કિલો પેદા થાય છે અથવા વાપરે છે.

કઈ વસ્તુનો કેવો વપરાશ થઈ રહ્યો છે -

૧૯૨.૯૨ કિલો શાકભાજી વર્ષમાં ખાય છે. રોજનું ૫૩૦ ગ્રામ શાકભાજી પકવે છે.

૧૪૧.૯૩ કિલો વર્ષ ભરના ફળ પકવે છે. રોજના ૩૯૦ ગ્રામ શાકભાજી પકવે છે.

૧૨.૬૮ કિલો મસાલા પાક પકવે છે, જે રોજના ૩૫ ગ્રામ મસાલા થાય છે.

૧૪૩.૫૧ કિલો અનાજ અને કઠોળ વર્ષે પકવે છે, જે રોજના ૩૯૩ ગ્રામ અનાજ-કઠોળ વપરાય છે. જેમાં અનાજ તો વર્ષે ૧૨૭.૨૦ કિલો જ ખવાય છે. ૩૪૮ ગ્રામ અનાજ અને ૧૬.૩૧ કિલો કઠોળ ખવાય છે. ૧૦૨.૫૨ કિલો તેલિબિયાં વર્ષે પકવે છે, જે રોજના ૨૮૧ ગ્રામ વાપરે છે.

(2:40 pm IST)