Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વલસાડ શહેરમાં ટ્રાફિકના દુષણ પર જિલ્લા પોલીસ વડાની લાલ આંખ:લોક પ્રશ્નને પ્રાધાન્ય આપતા જિલ્લા પોલીસ વડા

શહેરમાં ટ્રાફિકના દૂષણો સામે વલસાડ સીટી પીઆઈ એચ.જે.ભટ્ટ પણ હવે એક્શનમાં આવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ શહેરની અંદર ટ્રાફિક પાર્કિંગની સમસ્યા વર્ષો જૂની છે. પોલીસ તંત્ર નિષ્ક્રિય હોય એવું લોકોમાં ચર્ચા હતી.આમ જનતા પરેશાન હતી ત્યારે નવનિયુકત  વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાના આગમનથી ટ્રાફિકનું ભારણ દૂર થયું હતું. જ્યારે જિલ્લા પોલીસવડાના આદેશથી વલસાડ સિટી પોલીસની ટીમ પીઆઇ એચ.જે.ભટ્ટ પણ હવે એક્શનમાં આવ્યા છે

વલસાડ શહેરની અંદર ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન હતા ત્યારે વલસાડ શહેરમાં સીટી પોલીસ ને જગાડવા માટે પરોઢિયા ગાવાની જરૂર પડે તેમ હતું ત્યારે જિલ્લા પોલીસ વડાના આદેશએ લોક સમસ્યાનો અંત લાવ્યો હતો.

(9:58 am IST)