Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

રાજ્યના 204 જળાશયોમાં 3,74,247 લાખ એમસીએફટી નવા નીર :67,05 ટકા જળસંગ્રહ :38 જળશયો છલોછલ

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 19,29 ટકા,મધ્યના 85,22 ટકા દક્ષિણના 79,50 ટકા અને સૌરાષ્ટ્ર્ના જળાશયોમાં 45,57 ટકા જળસંગ્રહ થયો

અમદાવાદ : રાજ્યમાં થયેલા તાજેતરના વરસાદ ને પરિણામે સમગ્ર રાજ્ય ના 204 જળાશયો માં  3લાખ 73 હજાર 247 એમ સી એફ ટી નવા નીર આવ્યા છે અને 67.05 ટકા જળ સંગ્રહ 11 ઓગષ્ટ સુધીમાં થયો છે ગયે વર્ષે  આ જળાશયોમાં 11 ઓગષ્ટ સુધીમાં  36.48 ટકા જળ સંગ્રહ થયો હતો

  રાજ્યના જળ સંપત્તિ વિભાગના સત્તાવાર આંકડાઓ માં જણાવાયા અનુસાર  204 જળાશયો પૈકી 38 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે

70 થી 100ટકા ભરાઈ ગયા હોય તેવા 26 જળાશયો છે જયારે 50 થી 70 ટકા ભરાયેલા જલાશ્યોની સંખ્યા 22 છે અને 25 થી 50 ટકા ભરાયા હોય એવા 44 જળાશયો છે

   ઉત્તર ગુજરાતના15 જળાશયોમાં 11 ઓગષ્ટની સ્થિતિએ 13097.63 એમસી એફ ટી એટલે કે 19.29 ટકા પાણી ભરાયું છે

 મધ્ય ગુજરાતના  17 જળાશયો માં 70645.89 એમસી એફ ટી એટલે કે 85.22 ટકા જયારે દક્ષિણ ગુજરાત માં  સૌથી વધુ જથ્થો 13 જળાશયો માં 2લાખ 42 હજાર 151 એમસી એફ ટી જે 79.50 ટકા છે

 કચ્છ ના 20 જળાશયો માં 4725.85 એમ સી એફ ટી 40.22 ટકા સંગ્રહ અને સૌરાષ્ટ્ર ના 139 જળાશયો માં 42626.97 એમ સી એફ ટી 47.57 ટકા જળ સંગ્રહ થયો છે

(11:24 pm IST)