Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

નસવાડીના વણઘા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક ચાલક તણાયો:લોકોએ યુવકને બચાવી લીધો

 

નસવાડીના વરસાદને પગલે વણઘા ગામે બાઇક ચાલક તણાયો હોવાની ઘટના સામે આવી છે. પાણીના ધસમસતા પ્રવાહને પાર કરવા જતા યુવક તણાયો હતો. યુવકને તણાતા જોઈ એક રાહદારી પણ તેને બચાવવા ભૂસકો માર્યો હતો. ભારે મહેનત બાદ યુવકને બચાવી લેવાયો છે અંગે જાણવા મળ્યા મુજબ વણઘા ગામના કોઠી ફળિયાનો રહિશ રાયસિંહ રાઠવા ઘરવખરીની ચીજ લેવા માટે ગામમાં આવ્યો હતો. તે દરમિયાન પાણીનું સ્તર વધતા પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી. યુવક બાઈક સાથે રસ્તો પાર કરવા જતા પાણીના વેગે તેને ફંગોળી દીધો હતો. સ્થાનિક લોકોએ ના પાડવા છતા યુવક માન્યો હતો. અંતે સ્થાનિક લોકો અને તરવૈયાની મદદથી યુવકને બચાવી લેવાયો હતો.

(4:20 pm IST)