Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

સુરતમાં વહેતી તાપી નદીમાં ઉપરવાસના ઉકાઇ ડેમના પાણી વહેતા થતા સર્વત્ર પાણી-પાણી

સુરત : શહેરમાંથી વહેતી તાપી નદી છેલ્લા ઘણા સમયથી પાણી વિહોણી હતી પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસતા વરસાદ અને ઉપરવાસમાં ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતાં તાપી બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદી બે કાંઠે વહેતી થતાંઅને તાપીમાં પાણી ની આવક વધતા સુરત શહેર મહાનગર પાલિકા ઘ્વારા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેમાંકાદરશા ની નાળ અને વેડરોડ વિસ્તારમાં ગટરિયા પૂર ભરાયા છે ,પરંતુ હાલ પૂર જેવી કોઈ સ્થિતિ નથી જેથી લોકોએ અફવાઓથી દૂર રહેવું અને સાવચેતી રાખવી

ઉકાઈ ડેમની સપાટી 334.49 ફુટડેમમાં પાણીની આવક 544549 ક્યુસેક ડેમમાંથી છોડવામાં આવી રહેલું પાણી 186887 ક્યુસેકવિયરકમ કોઝવેની સપાટી 9.42 મીટર.

(6:00 pm IST)