Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ધરમપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ સ્થળ વિલ્સન હિલ કલેકટરના આદેશથી બંધ કરવામાં આવ્યું

ધરમપુર પીએસઆઇ ગોહિલ દ્વારા પોલીસનો ચુસ્ત પહેરો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં વિલ્સન હિલ સુપ્રસિદ્ધ સ્થળ છે જ્યાં ગુજરાત તેમજ ગુજરાત બહાર ના લોકો વધુ આવતા હોય છે ખાસ કરીને કોરોનાની મહામારી વચ્ચે આ પગલા યોગ્ય કહી શકાય વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ નો રાફડો ફાટયો છે જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર થી લોકો આ સ્થળે ફરવા આવતા હોય છે જ્યારે લોકો માસ્ક નથી પહેરતા જેથી કોરોના કેસોમાં વધારો થઈ શકે એમ વાત ધ્યાને આવતા બંધ કરવાનો નિર્ણય લીધો છે ધરમપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોહિલ દ્વારા પોલીસનો ચૂસ્ત પહેરો મુકી દીધો છે જેથી કરી કોઈ લોકો ત્યાં  આવી ન શકે

(7:51 pm IST)