Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાના નામે છેતરપિંડી

ખાતામાંથી રૂપિયા ચોરવાનો નવો પેંતરો : ગઠીયાએ એક્સિસ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપીને દોઢ લાખ રૂપિયા વગે કર્યા

અમદાવાદ, તા. ૧૧ : કહેવાય છે કે લાલચ બુરી ચીઝ હૈ...લાલચમાં આવીને અનેક લોકોએ આર્થિક નુકસાન ભોગવ્યું હોય તેવા બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક સાયબર ક્રાઈમનો બનાવ સામે આવ્યો છેજીસીએસના પ્રોફેસરને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપીને ગઠીયાએ , ૫૯,૦૦૦ રૂપિયાની છેતરપિંડી આચરી છે.

પ્રોફેસર અભિનવ ભટ્ટએ પોલીસ ફરિયાદ આપી છે કે, ગત જુલાઈના દિવસે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. જેમા ગઠીયાએ એક્સિસ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપીને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા ૨૦૦૦નું શોપિંગ મળતું હોવાની વાત કરી હતી. જોકે, ફરિયાદીએ ગઠીયાને તેમના ક્રેડિટ કાર્ડ લિમિટ વિશે જણાવત ફરિયાદીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપી હતી. ફોન કરનાર વ્યક્તિ એક્સિસ બેન્કના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ખાતરી કરાવવા માટે ગઠિયાએ ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડ નંબરનો ૧૬ ડિજિટનો નંબર બોલીને તેઓને સંભળાવ્યો હતો.

ત્યારબાદ ફરિયાદીએ ગઠીયાને તેમના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે જાણ કરતા ગઠિયાએ કાર્ડની એક્સપારી ડેટની વિગતો માંગી હતી. ફરિયાદી વિગતો આપતા ફરિયાદીના મોબાઈલ નંબર પર ઓટીપી નંબર આવ્યો હતો. જે નંબર ગઠિયાએ મેળવી લઈ ફરિયાદીને કહેલ કે તમારા કાર્ડની લિમિટ વધી ગઈ છે. જો બીજા કોઈ કાર્ડની લિમિટ વધારવી હોય તો પણ કહેજો. જેથી ફરિયાદીને તેમના યસ બેન્કના ક્રેડિટ કાર્ડની પણ કેટલીક વિગતો ગઠીયા સાથે શેર કરી હતી.તેનો પણ ઓટીપી નંબર ગઠીયાએ મેળવ્યો હતો. ત્યાર બાદ યસ બેંકના ક્રેડિટ કાર્ડની લિમિટ પણ લાખ થઈ હોવાનું ગઠીયા કહ્યું હતું. ફરિયાદીના મોબાઈલમાં એક પછી એક ટ્રાન્જેક્શન મેસેજ આવતા તેઓને ખબર પડી હતી કે, પોતાની સાથે છેતરપિંડી થઈ છે.

તેથી તેઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(7:36 pm IST)