Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મણિનગર ગાદી સંસ્થાનનાં આચાર્ય પી.પી.સ્વામીની નાજુક સ્થિતિ : મુંબઈથી નિષ્ણાંત ડૉક્ટરો બોલાવાયાં

ફેફસામાં ઇન્ફેક્શન બાદ તેમની કિડનીમાં ઇન્ફેક્શન થતાં તેમની તબિયત લથડી

અમદાવાદઃ મણિનગર ગાદી સંસ્થાનનાં આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત વધુ લથડી છે. ગાદી સંસ્થાનનાં મહંત અને જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીનાં જણાવ્યાં મુજબ  “સિમ્સ હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ સ્વામીજીને વેન્ટિલેટર ઉપરથી હટાવવાની ના પાડી છે.”

ડૉક્ટરોનું કહેવું એમ છે કે, “સ્વામીજીનાં હૃદયના ધબકારા હજુ ચાલુ છે. મુંબઈથી આવેલા 3 ડૉક્ટરો તેમની દેખરેખ કરી રહ્યાં છે. તેમની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને આસાપાસનાં વિસ્તારોમાં મોકલેલા સંતોને પણ મણિનગર બોલાવી લેવાયા છે.”

ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીનાં પહેલા ફેફસામાં ઇન્ફેક્શન બાદ તેમની કિડનીમાં ઇન્ફેક્શન થતાં તેમની તબિયત લથડી છે. સ્વામીજી છેલ્લાં દસેક દિવસથી સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

છેલ્લાં ત્રણ-ચાર દિવસથી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજીને સતત બે દિવસ પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી છે. તેમ છતાં તેમનું સ્વાસ્થ્ય હજુ પણ નાજુક છે. જેને લીધે આચાર્ય સ્વામીની સારવાર માટે ખાસ મુંબઇથી નિષ્ણાંત ડૉક્ટરો બોલાવવામાં આવ્યાં છે.

(7:15 pm IST)