Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતના અમરોલીમાં મિત્રની પત્નીની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકતો કરનાર નરાધમ શખ્સની વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: અમરોલી-કોસાડ રોડ વિસ્તારમાં રહેતો કલ્પેશ (નામ બદલ્યું છે) નામનો એન્જિનિયર યુવાન ગત રોજ સવારના 9 વાગ્યાના અરસામાં રાબેતા મુજબ નોકરીએ જવા નીકળી ગયો હતો. ત્યાર બાદ તેનો મિત્ર જીતુ ભાણા જીંજાળા (ઉ.વ. 32 રહે. 54 શિવ સમરાથળ રેસીડન્સી, વલથાણ પાટિયા) ગાડીના ડોક્યુમેન્ટ્સ આપવાના બ્હાને ઘરે આવ્યો હતો. એન્જિનિયરની પત્ની નિરાલી (નામ બદલ્યું છે) ને તેના પતિએ ડોક્યુમેન્ટ્સ મોકલાવ્યા છે એમ કહ્યું હતું. જેથી નિરાલીએ જીતુને ઘરમાં આવકાર આપી પાણી આપ્યું હતું. ત્યાર બાદ નિરાલી ડોક્યુમેન્ટ્સ મુકવા બેડરૂમમાં ગઇ હતી ત્યારે જીતુ પણ બેડરૂમમાં ઘુસી આવ્યો હતો અને નિરાલીને બેડ પર પટકી દઇ તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિરાલીએ જીતુને બે લાત મારી દીધી હતી અને ભાગીને પડોશી મહિલાને ઘરે ચાલી ગઇ હતી. ત્યાર બાદ જીતુ ચાલ્યો ગયો હતો પરંતુ નિરાલીએ સમગ્ર હક્કીતની જાણ પતિ કલ્પેશને કરતા તે તુરંત જ દોડી આવ્યો હતો અને જીતુને ઘરે બોલાવ્યો હતો. જયાં જીતુની હરકતોને પગલે નિરાલીના પતિએ ઠપકો આપતા બંન્ને વચ્ચે મારામારી થઇ હતી. જો કે ત્યાર બાદ જીતુ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને મોટા વરાછા ખાતે કલ્પેશને પુનઃ મળ્યો હતો. જયાં જીતુએ કલ્પેશને ધમકી આપી હતી કે તું તારા દિવસો ગણીને રાખજે હું તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી આજ રોજ નિરાલીએ જીતુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(6:14 pm IST)