Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વડોદરાના કાલાઘોડા સર્કલ નજીક યુવકની બાઇકમાં આગ ભભુકતા ચાલકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં પસાર થતાં યુવકની બાઇકમાં આગ લાગતા વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ, ગઈરાતે સયાજીગંજ કાલાઘોડા વિસ્તારમાંથી નોકરી પરથી છૂટી એક યુવક બાઈક પર ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઇકમાંથી ધુમાડા નીકળવા માંડતા તેણે સમય સુચકતા વાપરી બાઈક સ્ટેન્ડ પર પાર્ક કરી હતી.

આ સાથે જ બાઈક આગની લપેટમાં આવી ગયું હતું અને તેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ વાયરીંગ માં શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.

(6:10 pm IST)