Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અમદાવાદના પ્રહલાદનગરમાં જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવી મારમારી દસ લાખની માંગણી કરનાર યુવતી સહીત 6ની રંગે હાથે ધરપકડ

અમદાવાદ: શહેરના પ્રહલાદનગર સેટેલાઇટમાં રહેતા અને જમીન દલાલનો વ્યવસાય કરતા યુવકને યુવતી દ્વારા છ શખ્સોએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. થલતેજ ખાતે યુવતીને મળવા ગયેલા યુવકનું કારમાં અપહરણ કરીને અડાલજ ખાતે લઇ જઇને મારમારીને દસ લાખની માંગણી કરવામાં આવી હતી, જે તે સમયે યુવક પાસેથી રોકડ અને સોનાનો દોરોે સહિત એક લાખની મતા પડાવી લીધી હતી. ત્યારબાદ અવાર નવાર ઘર જઇને બીજા રૃપિયાની માંગણી કરીને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. સોલા પોલીસે આ કેસમાં યુવતી સહિત છ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.પી જાડેજાના જણાવ્યા મુજબ પ્રહલાદનગર સેટેલાઇટ ખાતે મારુતિ હિલ્સ  બંગલોઝમાં  રહેતા અને જમીન તથા મકાન લે-વેચનો વ્યવસાય કરતા મનનભાઇ જયંતિલાલ પરીખ (ઉ.વ૩૮)એ સોલા પોલીસ સ્ટેશન ખાતે ચાંદખેડામાં રહેતા વિહારભાઇ ( આકાશ અમરતભાઇ દેસાઇ) તથા રવિ (મેહુલ જીવાભાઇ દેસાઇ) તેમજ , જયેશ દેસાઇ, વરુણ દેસાઇ અને માનસી ( શિવાની ઉર્ફે શીવી ) સહિત સાત શખ્સો સામે ગુનો નોધાવ્યો છે કે તા. ૧૨ જૂનના રોજ ઉપરોક્ત માનસી નામની યુવતીએ અજાણ્યા મોબાઇલ નંબરથી વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો ત્યારબાદ અવાર નવાર મેસેજ કરીને પોતાની માયાજાળામાં ફસાવી રહી હતી, તા. ૧૭  જૂનના રોજ ફોન કરીને  બપોરે ત્રણ વાગે  યુવતી થતલેજ ઝાયડસ હોસ્પિટલ પાસે મળવા માટે આવી હતી સેટેલાઇટ વિસ્તાર જોયો નથી તેમ કહેતા યુવકે કારમાં બેસાડીને અડધો કલાક ફેરવી હતી.

(6:08 pm IST)