Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતથી અમદાવાદ આવતા લોકોનું એક્સપ્રેસ-વે ઉપર ચેકીંગઃ રેપિડ ટેસ્ટમાં ૧૮ લોકો સંક્રમિત હોવાનું ખુલ્યુ

અમદાવાદ: સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતથી આવતા લોકોનું અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતથી અમદાવાદ આવતા લોકોનું એક્સપ્રેસ વે પર ચેકિંગ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધી 360 રેપિડ ટેસ્ટમાં 18 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ લોકોને અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરવામા આવે છે. સુરત પાછા જનારા લોકોને સુરત કોર્પોરેશન દ્વારા ક્વોરેન્ટાઈન અથવા દાખલ કરવાની વ્યવસ્થા કરવામા આવશે. કોરોનાના રેપિડ ટેસ્ટથી ચેકિંગ કરવામા આવી રહ્યું છે. અમદાવાદ શહેરમા પ્રવેશ થતા દરેક રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમો સઘન કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં ફરીથી કોરોના ના ફેલાય તે માટે કાર્યવાહી મજબૂત બનાવાઈ છે.

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જોકે, હવે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. જે તંત્ર માટે રાહતના સમાચાર તો છે જ, પરંતુ અમદાવાદ સુરત આવનજાવન કરનારા લોકોને કારણે સંક્રમણ ફરી ન વધે તે માટે એએમસી તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ સુરત અવરજવર કરતા લોકોને ચેકિંગ પોઈન્ટ પર જ તપાસવામાં આવી રહ્યાં છે. સુરત અને અમદાવાદ રોજ અનેક લોકો ધંધાર્થે આવનજાવન કરતા હોય છે, આવા લોકો સુપરસ્પ્રેડર ન બને તે માટે ચેકિંગ પોઈન્ટ પર રેપિડ ટેસ્ટથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યા અને તેના કારણે મોતનાં આંકમાં ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 156 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ એક માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર તેમજ 17 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

(5:22 pm IST)
  • ખંભાળિયા હાઈવે પર બે અકસ્માત : જુની આરટીઓ કચેરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો : ખંભાળીયા લાલપુર હાઈવે પર બીજો અકસ્માત : બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો: બંને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. access_time 9:11 pm IST

  • અમદાવાદના જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો. વિઠ્ઠલાણીનું કોરોનામાં મૃત્યુ : શહેરના જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ સ્પેશ્યાલીસ્ટ અને ઇસનપુર-મણીનગરના રહેવાશી તથા કોરોના વોરીયર તરીકે જાણીતા ડો. ઉપેન્દ્ર વિઠ્ઠલાણીનું કોરોના પોઝીટીવ મહામારીમાં મૃત્યુ નિપજેલ છે. access_time 3:33 pm IST

  • ગુજરાત આઈબીના પોલીસ ઇન્સ્પેકટર જફર બહેલીમનું કોરોનાથી નિધન : ત્રણ દિવસની બીમારી બાદ સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા :જફર બહેલીમ એક બિન વિવાદાસ્પદ અને ઉમદા માણસ હતા :લગભગ બે વર્ષ પહેલા જ તેઓ સબ ઇન્સ્પેકટરથી બઢતી પામીને પીઆઇ બન્યા હતા access_time 7:22 pm IST