Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મોડાસાના હંગામી બસ ડેપોની હાલત બદતર : ચારેકોર ગંદકીથી મુસાફરો પરેશાન : ઠેર ઠેર ગાબડાં: જામતો કાદવ

વરસાદ ના આરંભ સાથે મુસાફરો ગંદકી થી ત્રાહિમામ પોકારી ગયા

મોડાસાના હંગામી બસ ડેપોમાં વરસાદના આગમન સાથે હાલ બેહાલ થયા છે. ચારેકોર ગંદકી થી મુસાફરો પરેશાન ની માં મુકાયા છે. જિલ્લા મથક ખાતે કરોડો ના ખર્ચે આઇકોનિક બસ ડેપો બની રહ્યો છે પણ હંગામી ડેપો ના હાલ હવાલ સુધારવા ની ફુરસદ તંત્ર પાસે ના હોવાથી ઠેર ઠેર ગાબડા પડતાં કાદવ કીચડ ના થર જામ્યા છે. કોરોના ની મહામારી માં વિભાગ દ્વારા ગાઈડ લાઈન સાથે બસ સેવા શરૂ કરવામાં આવી પણ વરસાદ ના આરંભ સાથે મુસાફરો ગંદકી થી ત્રાહિમામ પોકારી ગયા છે. ડેપો માં સ્વચ્છતા જાળવવાની જવાબદારી થી ડેપો ના જવાબદાર કે એજન્સી એ હાથ ઊંચા કરી નાખ્યાં હોય તેવી સ્થિતિ થી બહાર ગામ જવા ડેપો માં આવતાં મુસાફરો ના કાદવ કીચડ થી હાલાકી માં મુકાઈ રહ્યા છે.

(12:52 pm IST)