Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

વડોદરા:સેવાસી રોડ નજીક દારૂ ભરેલ ટેમ્પો ઝડપી વધુ એક ગોડાઉનમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા: શહેરના સેવાસી રોડ પરથીે દારૃ ભરેલો ટેમ્પો જિલ્લા એલસીબીએ ઝડપી પાડયા બાદ તાલુકા પોલીસે અંકોડીયા ગામની સીમમાં એક નાના ગોડાઉનમાંથી દારૃ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે સેવાસી-ખાનપુર ટીપી રોડ પર એલસીબીના માણસો વોચમાં હતા ત્યારે બાતમી મળી હતી કે અંકોડીયા કેનાલવાળા રોડ પરથી દારૃ ભરેલો ટેમ્પો સેવાલી કેનાલ ચોકડી તરફ આવનાર છે જેથી સેવાસી રોડ પર વોચ ગોઠવી બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે ટેમ્પો ભગાવીને થોડે દુર ઉભો રાખી ટેમ્પો મુકીને ચાલક ભાગી ગયો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા પ્લાયવુડની સીટ નીચે છુપાવેલી દારૃની ૭૨૦ બોટલો મળી હતી. પોલીસે કુલ રૃા.૨.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલા ચાલક તેમજ ટેમ્પાના માલિકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય બનાવમાં અંકોડીયા ગામની સીમમાં કાલીદાસ ખુશાલભાઇ એન્ડ સન્સના ગોડાઉનની બાજુમાં એક પતરાના છાપરાવાળા નાના ગોડાઉનમાં દારૃનો જથ્થો છુપાવ્યો છે તેવી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ગોડાઉનમાં દરોડો પાડી તપાસ કરતા અંદરથી દારૃ અને બીયરની ૯૮૪ બોટલો મળી હતી. પોલીસે રૃા.૧.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ગોડાઉનના માલિક  અંગેની વિગતો મેળવી જથ્થો કોણે મૂક્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

(6:26 pm IST)