Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અમદાવાદના એસ.જી. હાઇવે પર પુરપાટ ઝડપે જઈ રહેલ કાર રોંગ સાઈડમાં જઈ પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત

અમદાવાદ: શહેરનાએસ.જી. હાઈવે પર ગોતા બ્રિજ પર પુરઝડપે જઈ રહેલી ડસ્ટર કાર ડ્વાઈડર તોડીને રોંગ સાઈડમાં જઈને ઈનોવા કાર સાથે ટકરાઈ પલ્ટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ડસ્ટર કારમાંથી ફેંકાઈને બ્રિજ પરથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ જણા ઘાયલ થયા હતા. તે સિવાય ઈનોવા કારમાં જઈ રહેલા બે જણા પણ ઈજાગ્રસ્ત થયા હતા. એસ.જી.વન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ૧૦ મેના રોજ સાંજે અંદાજે સવા પાંચ વાગ્યે એસ.જી.હોઈવે પર ગોતાબ્રિજ પરથી ડસ્ટર કાર નિરમા યુનિવર્સિટી તરફ જઈ  રહી હતી. દરમિયાન પુરઝડપે જઈ રહેલા કારચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં ઘુસી ગઈ હતી અને ઈનોવા કાર સાથે ટકરાઈ હતી.

બીજીતરફ ઈનોવા કારમા જઈ રહેલા બે જણા પણ ઘાયલ થયા હતા. સારવાર અર્થે તમામને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.  ડસ્ટર કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા અને વેજલપુરમાં રહેતા નયન દિલીપભાઈ પરમાર(૨૨)અકસ્માતને કારણે કારમાંથી ફેંકાઈને બ્રિજ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાને કારણે તેનું મોત  નીપજ્યું હતું, એમ એસ.જી.વન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઈ.જી.કે.ભરવાડે જણાવ્યું હતું. ડસ્ટર કારમાં બેઠેલા બે જણાને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં એકની હાલત હંભીર હોવાનું ભરવાડે વધુમાં કહ્યું હતું.

 

(6:15 pm IST)