Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સુરતના અઠવાગેટ વિસ્તારની મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલના નોન કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અફડાતફડી મચી

સુરત: શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલનાં નોન કોવિડ વોર્ડમાં આગ લાગી છે. હોસ્પિટલનાં ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફડા તફડી મચી ગઇ હતી. તત્કાલ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે ફાયરની ચાર ટીમો ઘટના સ્થળે હાજર થઇ આગને બુઝાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.

આગ લાગી તે વોર્ડમાં માત્ર બે દર્દી હોવાથી મોટી જાનહાની ટળી હતી. હાલ બંન્ને દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમીક તપાસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગની ટીમ સમયસર આવી જતા મોટી જાનહાની નિવારી શકાઇ હતી. દર્દીઓને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પહેલા બહાર કાઢી લેવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે. સુરતનાં લાલદરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બિલ્ડિંગના 5માં માળે આયુષ હોસ્પિટલના આઇસીયુમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેના કારણે 18 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યાં હતા.

(4:09 pm IST)
  • પશ્ચિમ બંગાળ વિરોધ પક્ષના નેતા તરીકે શુભેન્દુ અધિકારીની નિમણુંક : મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક ઉપરથી 1900 મતે હરાવવાનું ઇનામ : એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથીદાર હવે સૌથી મોટા વિરોધ પક્ષ ભાજપના નેતા બન્યા access_time 6:49 pm IST

  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST