Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ દ્વારા કોવિડ સંબંધીત રાહત સામગ્રીની પરિવહનની સુવિધા

ગામડાઓમાં એમ્બ્યુલન્સ અર્પણ, આઈસોલેશન સેન્ટર કાર્યરત

પિપાપાવઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે કોવિડ-૧૯ની બીજી લહેરને કારણે આ મહામારીને નિવારવા અને શમનલક્ષી કામગીરી માટે વધુ એક પગલું લીધું છે. પોર્ટે એના તમામ ગ્રાહકોને એડવાઇઝરી ઇશ્યૂ કરીને પરિવહનમાં કોવિડ સાથે સંબંધિત તમામ રાહત સામગ્રીને પ્રાથમિકતા આપવામાં આવશે એ જાણકારી આપી છે. આ સેવાનો ઉદ્દેશ કોવિડ સાથે સંબંધિત તમામ રાહત સામગ્રીના ઝડપથી પરિવહનની સુવિધા આપવાનો છે, જેથી એ ઇચ્છિત સમુદાય સુધી સમયસર પહોંચે અને કિંમતી જીવ બચી શકે.

કંપનીએ મહામારીનો સામનો કરવા અને વર્તમાન સ્થિતિમાં રાહત પ્રદાન કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. કોવિડ રોગચાળા સામેની લડાઈમાં મેડિકલ સિસ્ટમની કરોડરજજુ તરીકે ર્નસિંગ વ્યવસાયિકોને ગમીને એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે માર્ચ, ૨૦૨૧થી અત્યાર સુધી કોવિડ કેરની સુવિધા સાથે પોર્ટની આસપાસ કેટલીક હોસ્પિટલો માટે ૭૦થી વધારે ર્નસિંગ સ્ટાફને ચેનલાઇઝ કર્યા છે અને સુવિધા પૂરી પાડી છે. કંપનીએ ઇમરજન્સીના કેસમાં આસપાસના ગામડાઓમાં લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ પણ પ્રદાન કરી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગને જાળવીને પોર્ટે રામપરા ગામના વૃંદાવન બાગમાં આઇસોલેશન સેન્ટર ઊભું કર્યું છે, જેમાં રહેવાસીઓને ફૂડ અને દવાની સુવિધા મળે છે. ઉપરાંત પોર્ટે સાતત્યપૂર્ણ ધોરણે દવાઓના પુરવઠા સાથે જિલ્લા વહીવટીતંત્રને ત્વરિત ટેકો આપ્યો છે.

રોગચાળા સામેની લડાઈમાં સ્થિતિની તીવ્રતા વિશે જાગૃતિ લાવવી અને એનો પ્રસાર કરવો વધુ એક મહત્વપૂર્ણ કામગીરી છે. આ માટે પોર્ટે કોવિડના નિવારણ માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને કોવિડ રસીકરણ માટે ગ્રામીણજનોને પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રવૃત્તિ ૩૦થી વધારે ગામડાઓમાં ચાલુ છે.

(11:02 am IST)