Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

દૂધનાં પાર્લરની આડમાં તમાકુ, માવા અને સિગરેટનું વેચાણ :ચાર શખ્સોની સોલા પોલીસ દ્વારા ધરપકડ

આઈસીબી આઈલેન્ડ ફ્લેટમાં આવેલા અક્ષર પાર્લરનાં ચાર શખ્સો ઝડપાયા

અમદાવાદમાં દવા અને દૂધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો છે. ત્યારે જો અન્ય કોઇ દુકાન ચાલુ હશે તો દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરી તેની ધરપકડ પણ કરવામાં આવશે.

સોલા પોલીસનાં પીઆઈ જે.પી.જાડેજાએ સપાટો બોલાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં સોલા વિસ્તારમાં આઈસીબી આઈલેન્ડ ફ્લેટમાં આવેલા અક્ષર પાર્લરનાં ચાર શખ્સો દૂધ-છાસની આડમાં પ્રતિબંધિત માલ જેવાં કે તમાકુ,માવા,સિગરેટનું વેચાણ કરતા ઝડપાયા હતા. પોલીસે બાતમીનાં આધારે આ સ્ટોર પર દરોડા પાડીને આ શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે રેડ પાડી હતી અને તમામ માલ પણ કબ્જો કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 
(12:58 pm IST)