Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની સામે નર્સિગ સ્ટાફ ઘરણા પર બેઠા

સલામતીના પુરતા સાધનો આપવા અને સ્ટાફની મેડિકલ તપાસ કરવા માંગ

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફે વહીવટી તંત્ર સામે ઘરણા કર્યા છે. નર્સિંગ સ્ટાફે આઉટસોર્સિંગ સ્ટાફની માંગ કરી છે કે, સલામતીના પુરતા સાધનો આપવામાં આવે અને સ્ટાફની મેડિકલ તપાસ કરવામાં આવે.

  આ ઉપરાંત ધરણા કરી રહેલા સ્ટાફનું કહેવુ છે કે, આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પુરતો પગાર આપવામાં આવતો નથી. તો ધરણા કરી રહેલા સ્ટાફને કાયમી કરવાની માગ કરવામાં આવી છે.

(12:33 pm IST)