Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

લગ્નની લાલચ આપી સઈજમાં યુવતી સાથે બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી

સઇજ:માં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધી તેણીને ગર્ભવતી કરી યુવક  ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.
કલોલ તાલુકાના સઇજ ગામમાં રહેતી રપ વર્ષિય યુવતી છેલ્લા ઘણા માસથી ગામમાં રહેતા વિજય ઉર્ફે ગુડ્ડી ગલબાજી ઠાકોર સાથે પરીચયમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ પણ પાંગર્યો હતો. આ દરમિયાન વિજય ઠાકોરે યુવતીને લગ્ન કરવાનું વચન આપી ડરાવી ધમકાવી યુવતી સાથે અવાર નવાર શારીરિક સંબંધો બાંધતો હતો. ત્યારે યુવતીને સાત માસનો ગર્ભ રહી જતા તેણીએ વિજયને લગ્ન કરવા જણાવતા વિજયે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
યુવતીને પ્રેમ સંબંધમાં છેતરાયાનો અહેસાસ થતા તેણે પોલીસનું શરણું લીધું હતું. યુવતીની ફરિયાદને આધારે કલોલ પોલીસે આરોપી વિજય ઠાકોર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. આ બનાવની તપાસ કરતા પી.એસ.આઇ. એમ.એચ. દેસાઇએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ થતા આરોપી ગામ છોડી ભાગી છુટયો છે. જેથી તેની ધરપકડ માટે શોધખોળ કરવામાં આવી રહી છે.

(5:02 pm IST)