Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઠાસરાના સાંઢેલી રોડ પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ઠાસરા:ના પીપલવાડાથી સાંઢેલી રોડ ઉપર એક અકસ્માત સર્જાયો છે. જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક શખ્સ ઘવાયો છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે ફેટલ અકસ્માતની નોંધ કરી છે.
તાલુકાના પીપલવાડા-સાંઢેલી રોડ પર ભોઈ કોતરડી વળાંક પાસે આજે એક અકસ્માત સર્જાયો છે. જેમાં બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ મોટર સાયકલ નં.જી.જે.૨૩ વી.જે.૯૩૧૬ પસાર થઈ રહ્યુ હતું. આ દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ઉપરોક્ત મોટર સાયકલને ટક્કર મારી હતી. આથી મોટર સાયકલ ચાલક અને પાછળ બેઠેલા ઈસમ રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે ઘવાયેલા શખ્સને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત અકસ્માતમાં મરણજનાર અને ઘવાયેલા ઈસમ પોતે લગ્ન પ્રસંગે જતાં હતા આ દરમ્યાન અકસ્માત સર્જાયો છે.

(5:01 pm IST)