Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઉમરેઠના બેચરીમાં અગમ્ય કારણોસર દંપતીને ગડદા પાટુનો માર મારતા પોલીસ ફરિયાદ

ઉમરેઠ:તાલુકાના બેચરી ગામે ગઈકાલે રાત્રીના સુમારે દંપતીને લાકડી તેમજ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હસમુખભાઈ હરમાનભાઈ સોલંકી ગઈકાલે રાત્રીના આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હોય નજીકમાં જ રહેતા હર્ષદભાઈ હરમાનભાઈ સોલંકી તથા હરમાનભાઈ ભીખાભાઈ સોલંકી આવી ચઢ્યા હતા અને ઘર આગળ મુકેલ ખાટલાને લાકડીની ઝાપોટ
મારતાં હસમુખભાઈએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા હર્ષદભાઈએ પોતાની પાસેની લાકડીની ઝાપોટ કોણી ઉપર મારી દીધી હતી. તેમના પત્ની કૈલાસબેન વચ્ચે પડતાં હરમાનભાઈએ તેણીને ગડદાપાટુનો માર માર્યો હતો.

(5:00 pm IST)