Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ભાદરણ પોલીસનો ચમારામાં દરોડો :7100નો વિદેશી દારૂ ઝડપાયો :મહિલા બુટલેગર ફરાર

થેલામાંથી બીયરના 36 ટીન,વિદેશી દારૂના 36 ક્વાર્ટરીયા સહીત 7100 રૂપિયાનો મુદામાલ જપ્ત

ભાદરણ પોલીસે ચમારા ગામે દરોડો પાડીને એક મહિલા બુટલેગરનો ૭૧૦૦નો વિદેશી દારૂ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો મુજબ પેટ્રોલીંગમા નીકળેલી ભાદરણ પોલીસને બાતમી મળી કે ચમારા ગામના વાડી ફળિયામાં રહેતી સવિતાબેન જેસીંગભાઈ પઢિયાર વિદેશી દારૂનું વેચાણ કરે છે જેથી પોલીસે દરોડો કરીને રવેશીમાં ઉભેલી સવિતાબેન પોલીસને જોઈને ખેતરાળ રસ્તે ફરાર થઈ ગઈ હતી.

પોલીસે વિમલના થેલામાં તપાસ કરતાં બીયરના ૩૬ ટીન તેમજ વિદેશી દારૂના ૩૫ ક્વાર્ટરીયા મળીને કુલ ૭૧૦૦નો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કરીને સવિતાબેનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:39 am IST)