Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

જૂનના પહેલા સપ્તાહથી રાજ્યમાં ચોમાસાના એંધાણ : સૌરાષ્ટ્ર્ના દરિયાકાંઠામાં પડશે ભારે વરસાદી ઝાપટા

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઝાપટા પડી શકે :અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ અને ઓમાન તરફ ગતિ કરે તો એક સપ્તાહ મોડું

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા એકાદ પખાવડીયાથી કાળઝાળ ગરમી પડી રહી છે તાપમાનનો પારો રોજ બરોજ ઊંચકાઈ રહયો છે લોકો વરસાદને સાંભરી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગના જાણકારોની આગાહી મુજબ રાજ્યમાં જૂનના પહેલા અઠવાડિયાથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઇ જશે . 

   આગાહી પ્રમાણે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 1 થી 5મી જૂન દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે. જોકે બીજી ધારણા પ્રમાણે અરબી સમુદ્રમાં જો સાઈક્લોન સર્જાય અને તે ઓમાન તરફ ગતિ કરે તો ગુજરાત સહિત ભારતમાં ચોમાસું સાત દિવસ જેટલું મોડું પણ બેસી શકે છે. આ સિવાય કેરળમાં 1 લી જૂનથી ચોમાસું બેસવાની શક્યતા છે. 

(9:57 am IST)