Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

ગુજરાતના રસ્તાઓ પર લોહીની નદી વહીઃ રાજ્યમાં અકસ્માતની ચાર ઘટનામાં કુલ ૧૦ વ્યક્તિના મોત

કાળમુખી અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા ગુજરાતના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી છે

અમદાવાદ, તા.૧૦: સોનગઢના હીરાવાડી ગામથી પસાર થતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતમાં ૪નાં કમકમાટીભર્યા મોત થયા છે. પગપાળા રસ્તે જતા વૃદ્ધાને બચાવવા જતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં વૃદ્ધા સહિત કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તમામ ઘાયલોને વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માતમાં ચારના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં છ. ધોરાજી ભાદર-૨ નદીના પુલ ઉપરથી કાર નદીમાં નીચે ખાબકી હતી. તપાસમાં સામે આવ્યું કે, ધોરાજીના રહેવાસી દિનેશભાઈ ઠુંમર તેમના પત્ની લીલાવંતીબેન તેમજ તેમની પુત્રી હાર્દિકા અને તેમના પાટલા સાસુનું મોત નિપજ્યુ છે. કારનુ ટાયર ફાટતા ગાડી પુલની રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારનો માળો વિખેરાયો છે. ઘટના સ્થળે તરવૈયાઓની મદદથી લાશો અને ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી

વડોદરામાં ડેસર સાવલી માર્ગ ઉપર ડમ્પરે બાઈકને અડફેટે લીધું હતું. ડેસરના લહેરીપુરા સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો હતો. નહારા ગામ બાજુથી લહેરીપુરા તરફ આવતી બાઈકને ડેસર તરફથી સાવલી તરફ જતા કપચી ભરેલા ડમ્પરે અડફેટે લીધી, જેમાં બાઈક સહિત ચાલકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતુ. આ અકસ્માતમાં બાઈક સવાર આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું. અકસ્માતમાં સિહોરાના તખતસિંહ સોમસિંહ પરમાર ઉ ૫૦ વર્ષનું મોત નિપજ્યું.

સુરતના સરથાણા વિસ્તારમાં બેકાબૂ બનેલી કારના ચાલકે પાંચ જેટલા લોકોને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી સરથાણા પોલીસે હાથ ધરી હતી. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોએ કારચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. હચમચાવનારી અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. બેફામ બનેલા કાર ચાલકે રાહદારી મહિલાને બોનેટ સાથે ઘસડી ગયો હતો. જેમાં બે બાળકોને પણ અડફેટે લેવામાં આવ્યા હતા. કાર નો ચાલક દારૃના નશામાં હોવાની વાત પણ સામે આવી છે. તેણે દારૃના નશામાં બ્રેકના બદલે એક્સલેટર દબાવી લેતા અકસ્માત થયાનું જણાવ્યું હતું.

 

સીનીયર સીટીઝન મહિલાનો અછોડો લૂંટનાર સીકલીગર ગેંગના બે સાગરીત પકડાયા

વડોદરા, તા.૧૦

વડોદરાના ગોરવા વિસ્તારમાં ભાભી સાથે જ હતી મહિલાનો અછોડો લૂંટનાર બે લૂંટારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

સમતા વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન હીરાબેન તા.૮ મળીએ બપોરે તેમના ભાભી સાથે બેસણામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરવાના આદર્શ ડુપ્લેક્સ પાસે બાઈક પર આવેલા બે લૂંટારા તેમના ગળાની સાત ગ્રામની ચેન લુટી ગયા હતા. આ દરમિયાન મહિલાને ઈજા પણ થઈ હતી.

આ બનાવ અંગે પોલીસે નાકાબંધી કરી હતી અને બાઈક તેમજ બુકાની ધારી બે લૂંટારાને શોધવા માટે સીસીટીવી ફૂટેજને આધારે ચકાસણી કરી હતી. જે પૈકી આજવારોડ ખાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને લૂંટારાને ઝડપી પાડી ચેન તેમજ ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા. પકડાયેલા લૂંટારામાં નાનકસિંહ મહેન્દ્રસિંહ સરદાર અને સતનામ સિંહ ગુરુમિત સિંહ તીલપિતિયા (સીકલીગર)(બંને રહે દત્ત નગર આજવા રોડ) નો સમાવેશ થાય છે

(1:14 am IST)