Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત

અમદાવાદ- વડોદરાની શાળાઓ સાથે સંકળાયેલા હોદ્દેદારોએ બોર્ડના સચિવ -ચુંટણી અધિકારી સમક્ષ માંગણી કરી

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે શનિવારે રાજય ચુંટણી પંચ તરફથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી મોકૂફ રાખવાનો હુક્મ કર્યો છે. ત્યારે આગામી 25મી એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઇને ગણગણાટ શરૂ થયો છે. ત્યાં સુધી કે બોર્ડની ચૂંટણી પણ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવા માટે અમદાવાદ અને વડોદરાની શાળાઓ સાથે સંકળાયેલા હોદ્દેદારોએ બોર્ડના સચિવ એવા ચુંટણી અધિકારી સમક્ષ માંગણી કરી છે.

વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી. પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર જોતાં હાલમાં તાત્કાલિક અસરથી બોર્ડ સદસ્યોની ચુંટણી મોકૂફ રાખવી હિતાવહ છે. જો ચુંટણીના કારણે મોટાભાગના શિક્ષકો, કર્મચારીઓ સંક્રમિત થશે તો બોર્ડની પરીક્ષા તથા મૂલ્યાંકન પર મોટી અસર થશે. જેથી વડોદરા શહેર શાળા સંચાલક મંડળ ચુંટણી મોકૂફ રાખવા આગ્રહભરી વિનંતી કરે છે.

જયારે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના મહામંત્રીઓ હિતેશ પટેલ તથા અલ્કેશ પટેલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ તથા ચુંટણી અધિકારીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર રાજયમાં સર્વત્ર કોરોનાના કહેર રોજબરોજ અતિશય પ્રમાણમાં વધતો જાય છે. આગામી તા. 25મી એપ્રિલના રોજ બોર્ડની ચૂંટણી યોજાનારી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર રાજયના તમામ શહેરો – ગામડાંઓમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધવાથી કોરોનાના દર્દીઓની સંખ્યા ગતિપૂર્વક ખૂબ જ વધતી જાય છે. આવા કપરાં સંજોગોમાં વિશાળ જનસમુદાયના હિતને ધ્યાનમાં લઇ ચુંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખી છે ત્યારે આપણી આ ચૂંટણી પણ હાલ પુરતી મોકૂફ રાખવા વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં જ વિવિધ સંગઠનોની બનેલી ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ નારણભાઇ પટેલ, ઉપાધ્યક્ષ ભાસ્કર પટેલ સહિતના આગેવાનોએ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમા સમક્ષ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવા માંગણી કરી હતી. જો કે તે પછી પણ ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યાં સુધી કે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ઉમેદવારી પત્ર પાછાં ખેંચવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

(11:21 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST

  • તામીલનાડુ ચુંટણી માટે બંદોબસ્તમાં ગયેલા ૩૯રમાંથી ૪૭ SRP ના જવાનો થયા સંક્રમિત : તમામના RTPCR ટેસ્ટ કરવા નિર્ણય : હાલ તમામને હોમ કોરોન્ટાઇન થવા આદેશ કરાયો access_time 4:22 pm IST

  • પરિમલ નથવાણી અલગ મિજાજમાં: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ ડાયરેક્ટર અને આંધ્રના રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી નવરાશની પળોમાં એક અલગ જ મિજાજમાં નજરે પડે છે.. રવિવાર સવારનો સમય તેમણે શરીરની ચુસ્તી-સ્ફુર્તિ જાળવવામાં પસાર કર્યો હતો. access_time 10:37 pm IST