Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમદાવાદ નારોલમાં પાડોશી નર્સે ચડાવેલ બોટલમાં ઈન્જેક્શનના ઇન્ફેક્શનને કારણે યુવતીને ઝેર ફેલાયું

હાથ કાળો પડીને સોજી ગયો : નર્સે ખર્ચના પૈસા નહિ આપતા પોલીસ ફરિયાદ

 

અમદાવાદના નારોલમાં પાડોશી નર્સે ચડાવેલ બોટલ અને ઈન્જેક્શનના કારણે યુવતીને ઇન્ફેજંકશનના કારણે ઝેર ફેલાતા હાથ કાળો પડીને સોજી જતા અંગે ફરિયાદ નોંધાવાઇ છે

      અમદાવાદના નારોલમાં રહેતી 22 વર્ષીય યુવતીને તાવ આવતા પડોશમા રહેતી નર્સે બોટલ ચડાવી તેમાં આપેલા ઇન્જેક્શનથી ઇન્ફેક્શનના કારણે ઝેર થઇ ગયું હતું. એલજી હોસ્પિટલમાં બતાવતા ઓપરેશન કરાવવું પડ્યું હતું. આખરે નર્સે ખર્ચની રકમ ન ચૂકવતા યુવતીની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં નર્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

  મળતી માહિતી પ્રમાણે નારોલ વિસ્તારમાં આવેલી સમોરરેસિડેન્સીમાં રહેતા ઉષાબેન જૈને ફરિયાદ નોંધાવી છે કે, 24 માર્ચ 2019ના રોજ દીકરી માનસીને તાવ આવતો હોવાથી પડોશમાં ઇસનપુર આશીર્વાદ હોસ્પિટલમાં ફરજ બજાવતા દિવ્યાબેન હરમીત પાઠકને જાણ કરી હતી. તેણે દવા આપી હતી પરંતુ કોઇ ફેર પડ્યો ન્હોતો. બાદમાં તેઓ આશિર્વાદ હોસ્પિટલ લઇ ગયા હતા જયાં ડોક્ટર હાજર ન હોવાથી દિવ્યાબેને ફોન કરીને માનસી અંગે વાત કરી પરંતુ ડોક્ટરે દવા કેઇન્જેક્શન આપવાની ના પાડી હતી છતાં બે બોટલ અને ઇન્જેક્શન લઇ ઘરે આવ્યા અને દિવ્યાબેન એક બોટલ માનસીને ચઢાવી ઇન્જેક્શન મારી દેતા માનસીનો હાથ કાળો પડી સુજી ગયો હતો. 26મીએ માનસીને વધુ દુખાવો થતાં તેને એલજી હોસ્પિટલ ખસેડતા હાથમાં ઝેર ફેલાઇ ગયાનું બહાર આવ્યું હતું ડોક્ટરે તેનું ઓપરેશન કર્યું હતું.

(9:53 pm IST)