Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મોટા કટઆઉટની સાથે ડોર ટુ ડોર પ્રચાર કરાયો

મોદી-શાહ આપના દ્વારે કાર્યક્રમ

અમદાવાદ,તા.૧૧: ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહના માનવકદના કટઆઉટ સાથે યુવા મોરચાના કાર્યકરોએ અનોખીરીતે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મોદી હૈ તો મુમકીન હૈના નારા વચ્ચે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહને વિજય અપાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ હેઠળ પદ યાત્રા દ્વારા સરકારની કામગીરીની પત્રિકાઓ પણ પહોંચાડવામાં આવી હતી.

(9:39 pm IST)