Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ખંભાતના નગરામાં જમીનના ભાગ પાડવા બાબતે નાનભાઈએ મોટાભાઈ-ભાભી પર જીવલેણ હુમલો કર્યો

ખંભાત:તાલુકાના નગરા ગામે આવેલી સામરખા સીમમાં જમીનના ભાગ બાબતે નાનાભાઈએ મોટાભાઈ અને ભાભી ઉપર પાવડાની મુદરથી જીવલેણ હુમલો કરીને લોહીલુહાણ કરી દેતાં અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર અકીકનો ધંધો કરતા કનુભાઈ ધુળાભાઈ મકવાણા ગત ૨૮મી તારીખના રોજ રાત્રીના સુમારે પોતાના ઘરે હાજર હતા ત્યારે નાનો ભાઈ નરસિંહભાઈ આવી ચઢ્યો હતો અને જમીનના ભાગની માંગણી કરી હતી જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતાં નરસિંહભાઈએ ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરી હતી અને ઘરમાં પડેલી પાવડાની મુદર ઉઠાવીને કનુભાઈને માથાના ભાગે મારી દેતાં તે લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. જેથી ભાભી સુશીલાબેન વચ્ચે પડતાં તેણીને પણ માથામાં મુદર મારીને જીવલેણ ઈજાઓ પહોચાડી હતી. 

(6:23 pm IST)