Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આણંદના પાધરિયા વિસ્તારમાં પરિણીતા પાસે દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

આણંદ:શહેરના પાધરીયા વિસ્તારમાં રહેતી એક પરિણીતા પર તેના સાસુ-સસરા અને સાસરી પક્ષના સભ્યો દ્વારા પાંચ લાખની માંગણી કરીન શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી ઔન્ડ્રી નામની યુવતીએ સને ૨૦૧૫માં આણંદના પાધરીયા વિસ્તારમાં આવેલી સ્નેહસાગર સોસાયટીમાં રહેતા યતિનકુમાર વાઘેલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. શરૂમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ પરંતુ ત્યારબાદ સાસુ ઉષાબેન, સસરા શાન્તીલાલ નણંદો હર્ષિદાબેન, શીતલબેન, વિરલ સુનિલકુમાર વાઘેલા, નિમિષાબેન જોય મેકવાન તથા નણંદોઈ ચેતનભાઈ શાહ દ્વારા દહેજમાં પાંચ લાખની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેથી પરિણીતા કંટાળીને પતિ સાથે અમદાવાદના મણિનગર ખાતે ભાડાના મકાનમાં રહેવા માટે જતી રહી હતી. ત્યાં પણ આવીને પતિ સાથેથી છુટાછેડા આપી દેવાની ધમકીઓ આપવાનું ચાલુ કર્યું હતુ. જેથી તેણીએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને તમામ વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. 

(6:23 pm IST)