Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સુરતમાં અલથાણના બિલ્ડરનું અપહરણ કરી 5 લાખની માંગણી કરી: પૈસા લેવા આવેલ બિલ્ડરના મિત્રને પોલીસે રેસ્ક્યુ કરીને ઝડપ્યો

સુરત: શહેરમાં ક્રિકેટ સટ્ટાના શોખીન અલથાણના બિલ્ડરનું તેના મિત્ર કારમાં અપહરણ કરી ઓનલાઇન બેટિંગ સાઇટ ઉપર સટ્ટો રમવા માટે આઈડી, પાસવર્ડ આપવ દબાણ કર્યું હતું અને રૂ.લાખની પણ માંગણી કરી તેને કારમાં સુરતના જુદા જુદા વિસ્તારમાં ફેરવ્યો હતો. બિલ્ડરે પૈસાની વ્યવસ્થા કરવા પોતાના ભાઇને ફોન કરતાં તેણે ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પૈસા લેવા આવેલા બિલ્ડરના મિત્રને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અલથાણ ગાર્ડનની બાજુમાં પરષોત્તમ નગર ઘર નં. એ/માં રહેતા અને ક્રિકેટ સટ્ટાના શોખીન ૩૫ વર્ષીય બિલ્ડર અનિલ ચંદ્રકાંતભાઈ ઠાકુર કેટલાક સમયથી ઘોડદોડના મિત્ર બંટી અને અન્ય મિત્રો સાથે ક્રિકેટ સટ્ટો રમી રહયા છે. દરમિયાન મિત્ર મિત્ર હેપ્પી મલિકે બે વર્ષ અગાઉ તેમની ઓળખાણ પાંડેસરાનો ભોલા સાથે કરાવી હતી. ભોલાને અવારનવાર રૂપાલી નહેર પાસે બજાજ શો-રૂમમાં મળવા જતા અનિલ ઠાકુરની ઓળખ ભોલાએ પાંડેસરાના મિત્ર મોન્ટુ માલીયા સાથે કરાવી હતી.

(6:22 pm IST)