Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમદાવાદના વિવિધ વિસ્તારમાં રાત્રીના સમયે બંધ મકાનમાં ચોરી કરતી રાજસ્થાનની ટોળકીના ચાર સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ:શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસે રેકી કરીને રાત્રે બંધ મકાનોમાં ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તપાસમાં બે આરોપી અગાઉ અનેક ઘરફોડી અને વાહનચોરીમાં પકડાયા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે માહિતીને આધારે વાસમામાં રહેતા સુખલાલ ડી.પટેલ, અમરાઈવાડીના લાલશંકર એલ.મીણા, ઘાટલોડીયાના પ્રકાશ કે.કટારા અને મનીષ એસ.મીણાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે બાઈક, સ્કુટર, તાળુ તોડવાનું સાધન વગેરે કબજે કર્યા હતા. આરોપીઓહેરના વિવિધ વિસ્તારમાં દિવસે વાહનો પર ફરીને બંધ મકાનોની રેકી કરતા હતા. બાદમાં રાત્રે મકાનોના તાળા તોડીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરતા હતા.તેમની સામે સોલામાં બે તથા પાલડીમાં ઘરફોડીના ગુના નોંધાયેલા છે

(6:15 pm IST)