Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પત્રકારોની સલામતીનું શું ? સોમવારે વિજયભાઇને આવેદન : સંકલન સમિતિની રચના

રાજકોટ : ગુજરાતના પત્રકારોની સલામતી માટે અમદાવાદના વસ્ત્રાપુર તળાવના બગીચામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સૂચનો ઉડતી નજરે.

(૧) ૧૬ સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી

(૨) ચીરાગની હત્યા માટે તુરંત પગલાં ભરવા સરકારને જણાવવું.

(૩) પત્રકારોની સલામતી માટે વિશ્વાસમાં લઇ પત્રકાર સુરક્ષાઙ્ગ કાયદો બનાવવામાં આવે.

(૪) પોલીસ દ્વારા પત્રકારો સામે અલગઅલગ ખોટી કલમો લગાવી કેસ કરવામાં આવે છે. ખંડણી માંગવી, બ્લેકમેલ કરવા, ફરજમાઃ રૂકાવડ, બનાવટી પોલીસના કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે.

(૫) ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુકત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવે.

(૬) મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે.

(૭) જયારે પણ હુમલા થાય ત્યારે પત્રકાર એકલા નથી એવું ન લાગે તે માટે મદદ કરી શકે એવી કાયમી સમિતિ બનાવવી.

(૮) દરેક જિલ્લામાં કે તાલુકા કે શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિ બનાવવી. જે રાજય કક્ષાની સંકલન સમિતિ સાથે રહી સ્થાનિક સત્તાધીશોની સમક્ષ પત્રકાર સુરક્ષા કાયદો લાવવાની માંગણી કરે. જેમાં સરકારી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓને લેખિતમાં માંગણી કરે જે ૧૬ સભ્યોની રાજય સંકલન સમિતિને જાણ કરે.

(૯) સલામતી માટે કાયદો બનાવવા અને સુરક્ષા માટે મુખ્યપ્રધાનને આવેદન આપવા ગાંધીનગર ખાતે તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૯ના રોજ સવારે ૮ વાગ્યે જશે.ઙ્ગ

(૧૦) સમગ્ર રાજયમાં પત્રકારોની એકતા સલામતી માટે ઉભી કરવી.

આ બેઠકમાં પત્રકારો સર્વશ્રી ધીમંતભાઈ પુરોહિત ૯૮૭૯૮ ૧૦૧૦૧, હરી દેસાઈ ૯૮૯૮૫ ૪૩૮૮૧, દિલીપ પટેલ ૯૮૨૫૦ ૪૫૩૨૨, પદ્મકાંત ત્રિવેદી૯૯૭૯૮ ૭૬૧૨૮, ભાર્ગવ પરીખ ૯૮૨૫૦ ૨૧૪૧૩, ટીકેન્દ્ર રાવલ ૯૮૨૫૮ ૮૨૫૩૪, દર્શના જમીનદાર ૯૮૭૯૦ ૨૪૫૨૨, અભિજિત ભટ્ટ ૯૦૯૯૦ ૩૭૭૨૭, ગૌરાંગ પંડયા ૯૯૦૯૯ ૬૯૦૯૯, પ્રશાંત પટેલ ૯૮૯૮૪ ૪૫૪૬૬, જીજ્ઞેશ કાલાવડિયા ૯૮૨૫૦ ૨૦૦૬૪, નરેન્દ્ર જાદવ ૯૯૦૯૯૪૧૫૨૪ યુનુશ ગાઝી ૯૨૨૭૫ ૫૨૨૨૫, ચેતન પુરોહિત ૯૮૨૫૨ ૨૪૯૨૪, દિપેન પઢીયાર ૯૯૭૮૮ ૯૭૭૧૧, મહેશ શાહ ૭૩૨૭૦ ૨૦૭૭૫ ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)