Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના એકાઉન્ટન્ટ મહિલાને એસિડ છાંટીને મારી નાખવાની ધમકી : અમદાવાદના શખ્શ વિરુદ્ધ ત્રીજીવાર ફરિયાદ

ગાંધીનગર સચિવાલયના આરોગ્ય વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતી 37 વર્ષીય મહિલાએ અમદાવાદ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે તેની સાથે અગાઉ અમદાવાદમાં નોકરી કરતા એક શખ્શ વિરુદ્ધ એસીડ છાંટીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.અત્રે  ઉલ્લેખનીય છે કે મહિલાએ અગાઉ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશન અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધરપકડ થતા હાઇકોર્ટે મહિલાના હેરાન નહી કરવાની શરતે જામીન આપ્યા હતા અને પણ જામીન મળતા તેને ફરીથી ફોન કરીને હેરાન કરીને એસીડ છાંટીને મારી નાખવાની ધમકી આપતા મહિલાએ કંટાળીને તેની સામે ત્રીજી ફરિયાદ નોંધાવી છે.

    અંગેની વિગત મુજબ 37 વર્ષીય જીજ્ઞા (નામ બદલેલ છે) અમદાવાદના ઇસનપુર ખાતે રહે છે અને હાલ ગાંધીનગર સચિવાલય આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. વર્ષ 2008માં તે જિ્લ્લા પંચાયત વિભાગમાં નોકરી કરતા હતા ત્યારે તેમની ઓફિસમાં કામ કરતો નરેશ ઇશ્વર પટેલ રહે. મનિષ સોસાયટી અંકુર રોડ નારણપુરા સાથે મુલાકાત થઇ હતી. એક ઓફિસમાં હોવાથી અવારનાવાર મળતા હતા. જેથી સામાન્ય વાતચીત થતી હતી. દરમિયાન વર્ષ 2010માં જીજ્ઞાની બદલી ગાંધીનગર આરોગ્ય વિભાગમાં અને નરેશની બદલી પણ ગાંધીનગર ખાતે થઇ હતી. જો કે ત્યારબાદ નરેશ અવારનવાર જીજ્ઞાને રસ્તામાં રોકીને હેરાન કરતો હતો. જેથી કટાળીને જીજ્ઞાએ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે 29મી જાન્યુઆરી 2013ના રોજ નરેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેની ધરપકડ પણ થઇ હતી. બાદમાં 17 ડીસેમ્બર 2013ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતુ કે હવે પછી તે જીજ્ઞાનો પીછો નહી કરે. પણ જામીન મળતા ફરીથી નરેશે પરેશાન કરવાનું શરૂ કરતા જીજ્ઞાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં 30મી ઓક્ટોબર 2014ના રોજ ફરિયાદ નોંધાવી હતી જો કે સમયે પોલીસે તેને માફી પત્રક લખાવીને છોડી મુક્યો હતો. તેમ છંતાંય, જીજ્ઞાને સતત પરેશાન કરવામાં આવી હતી અને છેલ્લાં ધણા સમયથી તેને એસીડ છાંટીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો એટલુ નહી તેને ઓફિસના લેન્ડ લાઇન, મોબાઇલ ફોન પર મેસેજ અને સતત કોલ પણ કરતો હતો. છેવટે કટાળીને જીજ્ઞાએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(10:58 pm IST)