Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બોમ્બે સુપર હાઇબ્રીડસ લિ.નો ઇસ્યુ કાલે ખુલશેઃ ૧૭મીએ થશે બંધ

અમદાવાદઃ  બોમ્બે સુપર હાઇબ્રિડ સીડસ લિ. સમગ્ર ભારતમાં નેટવર્ક ધરાવતી ખુબજ જાણીતા કૃષિ બિયારણ કંપની છે. છેલ્લા આઠ વર્ષમાં કંપનીએ ૧૧૧ જાત અને ૨૭ ઉત્પાદનોની રેન્જ વિકસાવી છે, નવીન ટેકનોલોજીથી અને બજારલક્ષી કંપનીએ તેનુ ટર્ન ઓવર વર્ષ ૨૦૧૪ રૂ.૩૦ કરોડથી વધારીને ૨૦૧૭માં સફળતા મેળવી છે. બોમ્બે સુપર હાઇબ્રિડ્સ સીડ્સ લિ. ૧૨ મી એપ્રિલ પી. આઇપીઓ સાથે મુડી બજારમાં પ્રવેશી રહી છે.   આ ઓફર ૧૨મી એપ્રિલથી શરૂ થશે અને ૧૭મીના રોજ બંંધ થશે. કંપની પ્રતિ શેર રૂ.૬૦ની ઇસ્યુ પ્રાઇસ સાથે રૂ.૧૦ની કેસ વેલ્યુ સાથે ૧૭,૩૨,૦૦૦ ઇકિવટી શેર્સની ઇશ્યુ પ્રાઇઝ સાથે આગળ આથી છે. ઇશ્યુ કદ રૂ.૨૦૦૦ શેર્સની અરજી સાથે કરી શકાશે. આ ઇશ્યુમાંથી ઉભા થનારા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મુડી જરૂરીયાત લોનની ચુકવણી, સામાન્ય કંપની હેતુ અને ઇશ્યુના ખચે માટે કરાશે.

(4:30 pm IST)