Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ભારતની વિદેશનિતી નુકશાનકારક, ચીન સાથે વેપાર બંધ કરો

પ્રજાના હાલ બે હાલ, સામાન્ય વ્યકિતનું જીવન મુશ્કેલરૂપ બની ગયું: ચતુર્વેદી એસ.યુ.

અમદાવાદઃ ભારત અને ગુજરાત સરકારે ચુંટણી દરમિયાન પ્રજાને કોથળા ભરીને વચનોની વણઝાર સર્જી હતી. ચુંટણી થઇ ગયા પછી  પ્રજા આશા રાખીને બેઠી છે. પણ આશા ઠગારી નિવડી હોય તેવો અહેસાસ પ્રજાને થઇ રહે છે. નવી નવી સમસ્યા સર્જાય રહી છે. રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ એસ.યુ. ચર્તુવેદીએ પત્રકાર પરિષદમાં આ મુજબના આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતુ કે પ્રજાના હાલ બે હાલ છે. સામાન્ય વ્યકિતનું જીવન મુશ્કેલ ૩૫ બની ગયું છે. ભારતની  વિદેશ નિતી નુકશાનકારક છે. ચીન સાથે વેપાર કરીને તેને લાભ થાય તેથી નીતી સરકારની છે. કરોડોના માલ ચીનથી ખરીદવાનું બંધ કરવું જોઇએ

 તાજેતરમાં અનામત એટ્રોસીટી કાયદા અંગે અગાઉ બંધનું એલાન અપાયું છતા સરકાર જાગૃત ન થતા દેશમાં અંધાધુધી ફેલાઇ છે. વડાપ્રધાનના વિદેશ પ્રવાસ અંગે ટીકા કરતા તેમણે જણાવ્યું કે વિદેશમાં વડાપ્રધાન ફર્યા કરી છે.  દેશની ચિંતા કરતા નથી. લોકોની પાયાની જરૂરીયાત રોટી - કપડા ઔર મકાન છે. ખાધ-ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. દરેકને સસ્તુ મકાન આપવાની વાત સ્વપ્ન જેવુ લાગે છે. પ્રજા પરેશાન થઇ ગઇ છે.

ભાજપની નિતી અલગાવવાદી  છે જે દેશને વિભાજીત કરવાનું કામ કરે છે. જાતિવાદી વંશવાદ કરીને ટુકડા કરે છે. ભારત ઉપર દેવુ દશ વર્ષમા દશગણં થઇ ગયું છે.

(3:44 pm IST)