Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સી.એ. મોક્ષેસ શાહ ૨૦ મીએ દિક્ષા લેશે

સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહના ભત્રીજા ૧૦૦ કરોડનો બિઝનેસ છોડીને સંયમ સ્વીકારશે : તા.૧૮ના રોજ અમદાવાદ ખાતે સંયમ સ્વીકાર ઉત્સવ નો પ્રારંભ

રાજકોટ, તા.૧૦ ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરિશભાઈ શાહના ભત્રીજા ચિ.મોક્ષેસ દિક્ષા લઈ રહયા છે. પ્રભુવીર પંથે સંચરવા તત્પર થયેલા ચિ.મોક્ષેસ (સી.એ.)ના વર્ષીદાનનો ભવ્ય વરઘોડો પરીવારના પરમ પુણ્યના ઉદયથી પરિવારનો કુળદીપક ચિ.મોક્ષેસ (સુપુત્ર અ.સૌ.જિજ્ઞાબેન સંદીપભાઈ શેઠ)ની ભાગવતી પ્રવજયા સ્વીકાર અમદાવાદ, તપોવન મુકામે શુક્રવાર તા.૨૦ના શુભદિને નિર્ધારીત થયેલ છે. તેઓ વૈરાગ્યદેશના દક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્રસુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય કલ્યાણબૌધિસુરીશ્વરજીના પરમ વિનયી શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજ શ્રી જિનપ્રેમ વિજયજી મ.સા.ના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરશે.

૧૦૦૦ કરોડનો બિઝનેસ છોડીને માત્ર ૨૪વર્ષની વયે ચાર્ટડ એકાઉન્ટન્ટ (સીએ) થયેલા યુવાન મુમુક્ષુ મોક્ષેશ  અમદાવાદમાં તા.૨૦ના રોજ સંયમ માર્ગનો સ્વીકાર કરશે. આ અંગે મુમુક્ષ મોક્ષેશકુમારને પ્રશ્ન કરાયો છે, આટલો મોટો બિઝનેસ છોડીને તમે કંઈક ગુમાવી રહયા હોય તેવું તમને લાગે છે? ત્યારે મુમુક્ષુ મોક્ષેશકુમારે જણાવ્યું કે, જો ધન-સંપતિથી જ સુખ મળતું હોય તો બધા જ ધનવાનો સુખી હોવા જોઈએ, પરંતુ એવું નથી શાશ્વત સુખ તો કંઈ મેળવવામાં નથી, પરંતુ છોડવામાં જ સુખ છે, ખાસકરીને સીએ બન્યા બાદ હું બે વર્ષ બિઝનેસમાં સાથે રહયો અને મને લાગ્યું કે, આના કરતા પણ વધારે મારે મારી પુણ્યની બેલેન્સ શીટ વધારવાની છે અને માટે જ હું સંયમ માર્ગ સ્વીકારું છે.

આ પ્રસંગે પ.પૂ.સિધ્ધાંતમહોદધિ આચાર્યદેવ, શ્રીમદ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજા, પ.પૂ.ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસુરીશ્વરજી મહારાજ, પ.પૂ.સમતાસાગર પંન્યાસપ્રવર, શ્રી પહમવિજયજી ગણિવર્ય, પ.પૂ.યુગપ્રધાન આચાર્યસમ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા., દિવ્યકૃપા વરસાવશે.

પ.પૂ.સિધ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ, શ્રીમદ વિજય જયઘોષસુરીશ્વરજી મહારાજા, પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય, શ્રીમદ હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા, પ.પૂ. સંયમૈકનિષ્ઠ આચાર્યદેવ શ્રીમદ વિજય જગચંદ્રસુરીશ્વરજી મહારાજા, પ.પૂ. તર્કશિરોમણી આચાર્યદેવ, શ્રીમદ વિજય જયસુદરસુરીશ્વરજી મહારાજા, પ.પૂ.પ્રવચનકાર આચાર્યદેવ શ્રીમદ વિજય મહાબોધિસુરીશ્વરજી મહારાજા, પ.પૂ. વર્ધમાનતાપોનીધિ આચાર્યદેવ, શ્રીમદ વિજય કલ્યાણ બોધિસુરીશ્વરજી મહારાજા, પ.પૂ. વિજય મુકિતવલ્લભસુરીશ્વરજી મહારાજા, પ.પૂ. આચાર્યદેવ, શ્રીમદ વિજય દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજા,  પ.પૂ. આચાર્યદેવ, શ્રીમદ વિજય મેઘવલ્લભ સુરીશ્વરજી મહારાજા, પ.પૂ. આચાર્યદેવ, શ્રીમદ વિજય ઉદયવલ્લભ સુરીશ્વરજી મહારાજા,  પ.પૂ. આચાર્યદેવ, શ્રીમદ વિજય હૃદયવલ્લભ સુરીશ્વરજી મહારાજા, પ.પૂ.આચાર્યદેવ, શ્રીમદ વિજય સંયમબોધિ સૂરીશ્વરજી મહારાજા તથા અનેક પંન્યાસજી ભગવંતો પરિવાર સાથે પાવન નિશ્રા પ્રદાન કરશે.

સંયમ સ્વીકારના પ્રથમ દિવસે બુધવારે તા.૧૮ના સવારે ૮:૩૦ કલાકે પૂજય ગુરૂભગવંતોનો પ્રવેશ તથા માંગલિક પ્રવચન, સવારે ૧૦:૩૦ કલાકે અષ્ટોતરી અભિષેક, બપોરે ૨ કલાકે મુમુક્ષના સંયમ જીવનના વસ્ત્રોને વૈરાગ્યના રંગ રંગવાનો કાર્યક્રમ, બપોરે ૪ કલાકે મહેંદી રસમ, સાંજે ૭:૩૦ કલાકે મારે કાંઈક કહેવું છે. મુમુક્ષ વિશે પરિવારજનોના ઉદગાર, દ્વિતીય દિવસે ગુરૂવારે તા.૧૯ના સવારે ૮ કલાકે શોભાયાત્રા, બેઠું વરસીદાન, સવારે૧૦:૩૦ કલાકે પ્રવચન તથા ચઢાવા, બપોરે ૨ કલાકે વિવિધ સંઘો દ્વારા બહુમાન, બપોરે ૪:૩૦ કલાકે મુમુક્ષના અંતિમ વાયણા, સાંજે ૬:૩૦ કલાકે ભવ્યાતિભવ્ય મહાપૂજા, સાંજે ૭ કલાકે સામુદાયીક આરતી, સાંજે ૭:૩૦ કલાકે વિદાય સમારંભ. તૃતીય દિવસે શુક્રવારે તા.૨૦ સવારે ૫ કલાકે દીક્ષા વિધીનો પ્રારંભ, જગતના ત્રણેકાળની અવસ્થાને જાણે તે મુનિ, કલ્યાણનું દાન અને અશિવનું (કર્મોના ગંજનું) ક્ષપણ એટલે દીક્ષા, ભેગા કરેલા કર્મોને ખાલી કરે તે ચારિત્ર.

સંયમ સ્વીકાર તપોવન સંસ્કાર પીઠ, મુ.પો.અમીયાપુર, ગાંધીનગર હાઈવે અમદાવાદ ખાતે યોજાશે. ત્રણેય દિવસ સાધાર્મિક ભકિતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ગિરિશભાઈ (૯૮૨૦૦ ૨૦૯૭૬), સંદીપભાઈ (૯૩૭૧૬ ૫૪૫૧૪), તન્મય (૯૦૦૪૦ ૭૨૧૨૯), અભિષેક (૯૮૩૩૩ ૮૫૯૪૮), જયંતિભાઈ (૯૩૨૦૨ ૧૩૩૨૩)નો સંપર્ક સાધવા જણાવ્યું છે.

(11:20 am IST)