Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વડોદરામાં અમિત ભટનાગર સામે સીબીઆઈ,ઇડી બાદ આઇટીએ સકંજો કસ્યો : અમિત અને તેના ભાઈઓને ત્યાં દરોડા :જમીન અરજી ફગાવાઈ

 

વડોદરાના અમિત ભટનાગર સામે સીબીઆઈ અને ઈડી બાદ હવે આઇટીએ સકંજો કસ્યો છે  આજે ગોરવા વિસ્તારમાં આવેલી અમિત ભટનાગરની ઓફિસ પર આઇટી વિભાગે દરોડા પાડ્યા છે.આઈટી વિભાગે અમિત ભટનાગરના 12થી વધુ સ્થળોએ સરવે અને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. અમિત ભટનાગર અને તેમના ભાઈઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

 

   રૂપિયા 2654 કરોડના કૌભાંડ મુદ્દે IT વિભાગે દરોડા પાડ્યા છે. હજી બે દિવસ પહેલાં CBI તપાસ કરી હતી, અને ગઈકાલે ED હરકતમાં આવ્યું હતું, ત્યારે આજે IT વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર અને ખાનગી ક્ષેત્રની 11 બેંકો સાથે 2654 કરોડની છેતરપિંડીના કેસમાં અગાઉ સીબીઆઇએ દરોડા પાડયા બાદ ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ એકશનમાં આવ્યું હતું. ઇડીએ ગઈકાલે અમિત ભટનાગરની કંપનીની ગોરવા બીઆઇડીસી ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ, રણોલી અને સમલાયા ખાતેની ફેકટરીઓ, નિઝામપુરા અને ન્યુઅલકાપુરી ખાતેના નિવાસસ્થાનો મળીને 7 સ્થળે દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓએ કંપનીમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કાર્યવાહી આગળ ધપાવી હતી. અમીત ભટનાગરે બેંકોમાંથી જંગી લોન લીધા બાદ દુબઇ ખાતે પણ કંપની ખોલી છે, ત્યારે ભારતમાંથી દુબઇ ખાતે નાણાં વગે થયા હોવાના મુદ્દે ઈડીએ તપાસ હાથ ધરી હતી.

   સીબીઆઈ કોર્ટે આજે અમિત ભટનાગરની જામીન અરજી નામંજુર કરી છે. અમિત ભટનાગરના પિતાએ પિતા-પુત્ર બંન્ને માટે જામીન અરજી કરી હતી. અમિત ભટનાગર સામે 11 બેંકો સાથએ 2654 કરોડની છેતરપિંડીના આરોપોને જોતા આજે સીબીઆઈ કોર્ટે અમિત ભટનાગરની જામીન અરજી ફગાવી દીધી હતી.

(9:33 am IST)