Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

નવસારી નજીકના પનાર પાસે બે બાઈક સામસામે અથડાતા મુકેશભાઈનું મોત

નવસારી નજીકના પનાર ગામે આહીરવાસ પાસે બે બાઇક સામસામે ટકરાતાં એક બાઇક ચાલક મુકેશભાઈનું મોત નિપજયું હતું. જયારે બીજી બાઇકના ચાલક પડી જતાં સારવાર કરાવી રહયો હોય પોલીસે નોંધેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

   બનાવની પોલીસે આપેલ માહિતિ મુજબ પનાર આહિરવાસ રોડ પરથી પસાર થઇ રહેલ બાઇક હીરો હોન્ડા સીડી ડોન નં.જીજે-૨૧-એફ-૯૬૫૪ પર બેસેલ મુકેશભાઇ અને દક્ષાબેનને હોન્ડા યુનિકોન મો.સા.નં.જીજે-૨૧-બીએફ-૭૦૮૩ નો ચાલક પાર્થકુમાર રાજેશભાઇ પટેલ રહે.અમલસાડનો રોંગ સાઇડે હંકારી લાવી મુકેશભાઇની મો.સા.ને અડફટે લઇ ટકકર મારી પાડી નાંખી મુકેશભાઇને કપાળ તથા મોંઢાના ભાગે અને શરીર પર ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મુકેશભાઇનું મોત નિપજેલ.

   ફરીયાદી દક્ષાબેન બળવંતભાઇ નાનુભાઇ પટેલ રહે.ચીજગામ ધુણા ફળીયા,તા.જલાલપોર નાને પણ ઇજાઓ થયેલ,તેમજ અકસ્માત કરનાર બાઇક ચાલકને પણ ઇજાઓ થયેલ.જે બનાવની તેણીએ પોલીસને આપેલ ફરિયાદ મુજબ બનાવની વધુ તપાસ એચ.પી.ગરાસીયા કરી રહયા છે.

 

(11:32 pm IST)