Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વાલીયાની સુગર ફેક્ટરીમાં પોષણક્ષમ ભાવો નહીં મળતાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ

ખેડૂતોનાં ઉપવાસ આંદોલનમાં ફેક્ટરીનાં 3 ડીરેક્ટરો પણ જોડાયાં

 

 ભરૂચઃ શહેરનાં વાલીયાની સુગર ફેક્ટરીમાં પોષણક્ષમ ભાવો નહિ મળતાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે ફેક્ટરીએ શેરડીનાં ટન દીઠ 2303 રૂપિયા ભાવ જાહેર કર્યાં હતાં. પરંતુ ખેડૂતોનાં જણાવ્યાં પ્રમાણે ભાવ પોષણક્ષમ નથી.ખેડૂતોનું એવું કહેવું છે કે પંડવાઇ સુગર ફેક્ટરી અને ધારીખેડા ફેક્ટરીમાં ટન દીઠ 2500 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોનાં ઉપવાસ આંદોલનમાં તેમની સાથે ફેક્ટરીનાં 3 ડીરેક્ટરો પણ જોડાયાં હતાં.

   તાજેતરમાં સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીનાં ટન દીઠ ભાવ જાહેર કર્યાં હતાં. જેમાં વાલિયાનાં વટારીયા ગામ ખાતે આવેલ ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ૨૩૦૩ રૂપિયા ભાવ જાહેર કરાયો હતો. ભાવ પોષણક્ષમ હોવાનાં આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવીને શેરડીનાં ભાવ અંગે ફેર વિચારણા કરવા સુગર ફેકટરીનાં સંચાલકો પાસે માંગ કરી હતી પરંતુ તેઓની માંગ સંતોષાતાં આજ રોજ ખેડૂતો સુગર ફેક્ટરી પર ઉપવાસ આંદોલન પર બેસી ગયાં હતાં.

   તેઓ સાથે સુગર ફેકટરીનાં ડીરેકટરો પણ જોડાતાં રાજકારણ ભારે ગરમાયું છે. ખેડૂતોનું કહેવું છે કે પંડવાઈ સુગર ફેકટરી અને ધારીખેડા સુગર દ્વારા શેરડીનો ભાવ રૂપિયા ૨૫૦૦ આપવામાં આવ્યો છે ત્યારે તેઓને પણ પ્રમાણેનો ભાવ મળવો જોઈએ.

તો આ તરફ ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે વેશ્વિક બજારમાં ખાંડનું બજાર નરમ થતાં આ આ પરિસ્થિતિનું જીર્માન થયું છે. જો કે સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો પ્રયાસ કરાયો છે.

(12:20 am IST)