Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોરોના વાયરસની દહેશત : અમુલે તેના બંને પ્લાન્ટ મુલાકાતીઓ માટે કર્યા બંધ

અમુલના ડેરી પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં રોજ 3,000 લોકો મુલાકાતે આવે છે

 

અમદાવાદ :કોરોના વાયરસની દહેશતને કારણે ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલે તેની અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં આણંદ ખાતે અમૂલના ડેરી પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં દરરોજ આશરે 3,000 લોકો મુલાકાત લેતાં હોય છે.

 ભારત સરકારે કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા લોકોને જાહેરમાં એકત્ર નહી થવા બાબતે એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે એક વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ તરીકે અમૂલે કોઈ અજુગતી ઘટના બને નહી તે હેતુથી અને એડવાઈઝરી અનુસાર મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. કામચલાઉ મુલાકાત તા. 11 માર્ચ 2020થી બીજી નોટિસ બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી અમલમાં રહેશે.

 હાલમાં પ્રસરેલા રોગને કારણે દેશભરમાં આવેલા અમૂલના 80થી વધુ અદ્યતન પ્લાન્ટમાંથી ગુણવત્તાયુક્ત દૂધ અને મિલ્ક પ્રોડ્કટસને કોઈ અસર થશે નહીં. અમૂલની તમામ પ્રોડક્ટસ આઈએસઓ (ISO) સર્ટિફાઈડ ડેરી પ્લાન્ટસમાં તૈયાર કરવામાં આવે છે અને કાચુ દૂધ એકત્ર કરવાથી માંડીને દૂધ અને દૂધની વિવિધ પ્રોડક્ટસ તથા ગ્રાહકોને કરવામાં આવતા વિતરણના તમામ સ્થળે ગુણવત્તાના આકરાં ધોરણોનું પાલન કરવામાં આવે છે.

(10:43 pm IST)