Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સુરતના વરાછાની 12 વર્ષની પાટીદાર દીકરીએ અંગદાન કરીને પાંચ વ્યક્તિને આપ્યું જીવનદાન

અમદાવાદમાં કિડની લીવર 260 કિ.મી નું અંતર 2.55 કલાકમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીઓમાં કરાયુ

સુરત : સુરતમાં ફરીવાર એક 12 વર્ષીય કિશોરીએ પાંચ લોકોને જીવન દાન આપીને માનવતા મહેકાવી છે પાટીદાર પરિવારની આ દીકરી તબીબે બ્રેઈન ડેડ જાહેર કરતા ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ ખાતે કિડની લીવર 260 કિ.મી નું અંતર 2.55 કલાકમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું. દીકરી બ્રેઇન ડેડ જાહેર થતા વરાછાના પાટીદાર પરિવારે દીકરીના અંગોનું દાન કરવાનું નક્કી કર્યુ હતું. આમ એક દીકરીના મૃત્યુ બાદ પણ તેના અંગો થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું છે.

સુરતના વરાછા વિસ્તારમાં માગુકિયા પરિવારની 12 વર્ષીય કિશોરી યેશા ધોરણ 7 માં અભિયાસ કરતી હતી તારીખ 9 માર્ચ ન રોજ પોતાની બહેનપણી સાથે સ્કૂલથી આવીને રમવા ગઈ હતી ત્યાં અચાનક રમતા રમતા 4 માળેથી નીચે પટકાઈ હતી

 

જોકે યેશા શરીરે ગંભીર ઇજા થતાં પિતા ભરત ભાઈ તાત્કાલિક સારવાર માટે નજીક ની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબો એ યેશા ને બ્રેઇન્ડેડ જાહેત કરી હતી.

(9:34 pm IST)