Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રભુત્વ ઘટ્યું : સૌરાષ્ટ્રના કોળી સમાજને રાજ્યસભામાં સ્થાન આપવા માંગ : સોમા પટેલ

ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોળી સમાજના અગ્રણીઓની બેઠક મળી

ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોળી સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી કોંગ્રેસની નેતાગીરીથી નારાજ સભ્યોની આ બેઠકમાં પૂંજાભાઇ વંશ, ઋત્વિજ મકવાણા, સોમા પટેલ, રાજેષ ગોહિલ, વિમલ ચુડાસમા, બાબુભાઈ વાઝા ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજને રાજ્યસભાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરી હતી

 લીંબડીના ધારાસભ્ય સોમા પટેલે ચોંકાવનારું નિવેદન કર્યું કે કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રભૂત્વ ઘટ્યું છે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રના કોળી સમાજને ક્યારેય રાજ્યસભામાં સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારે તેમણે રાજ્યસભામાં જવાની તૈયારી દર્શાવીને અહેમદ પટેલને રજૂઆત કરી હતી .

(9:13 pm IST)