Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

૯૧૭૮ વિદ્યાર્થીઓને સહાય

આર્થિક અને સામાજિક વિકાસ નિગમની બેઠક

અમદાવાદ, તા. ૧૧ : ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આર્થિક અને સામાજિક વિકાસ નિગમની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં પાંચમી જાન્યુારી ૨૦૨૦થી સાતમી માર્ચ ૨૦૨૦ના આશરે બે માસના સમયગાળામાં  ૯૯૦૬/૯૯ લાખની સહાય તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની લોન ૯૧૭૮ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ અંગેની કાર્યવાહીને આજે મળેલી બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારના ૨૦૨૦ના અંદાજપત્રમાં નિગમ માટે ૫૦૦ કરોડની ફાળવણી અને ફુડ બિલ સહાય ૧૨,૦૦૦ ને ૧૫,૦૦૦ કરવાના નિર્ણયને આજે મળેલી બેઠકમાં આવકારવામાં આવ્યા હતા. નિગમ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં આશરે ૩૭૭૩૪ લાભાર્થીઓને ૬૮૭૬.૭૫ લાખની સહાય/લોન આપવામાં આવી છે. નિગમનના ચેરમેન ઘોડાસરા, વાઈસ ચેરમેન વિમલ ઉપાધ્યાય, ડિરેકટર જગદીશ ભાવસાર, કરણસિંહ ચાવડા, રૂપિન પચ્ચીગર, હિમાંશુભાઈ ખમાર, અમીબેન પારીખ, એમડી નિનામા સહિત અધિકારીઓ આજે મળેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મળેલી બેઠકમાં મંજુરીની વિગત નીચે મુજબ છે.

વિવિધ સહાય

 લાભાર્થીની સંખ્યા

 મંજુર રકમ (લાખમાં)

ભોજન સહાય

 ૫૭૫૩

 ૬૮૬.૬૨

 સ્પર્ધાત્મક તાલીમ

 ૬૬૮

 ૯૯.૮૭

 જેઈઈ/નીટ

 ૧૪૨૧

 ૨૭૮.૫૭

 વિદેશ અભ્યાસ લોન

 ૩૦૪

 ૪૪૯૯.૮૪

 શૈકષણિક અભ્યાસ લોન

 ૧૧૫

 ૩૬૪.૩૩

 સ્વરોજગાર લોન

 ૯૧૭

 ૩૯૭૭.૭૬

 કુલ

 ૯૧૭૮

 ૯૯૦૬.૯૯

(8:36 pm IST)