Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોંગ્રેસને બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ ફાવતી નથી,એમને એમ મેદાનમાં ઉતરી જાય છે, નીતિન પટેલની સિક્સર

ભવિષ્યમાં કોંગ્રસની હાલત વધુ ખરાબ થવાની છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા તેઓએ કહ્યુ કે, ભવિષ્યમાં કોંગ્રસની હાલત વધુ ખરાબ થવાની છે. મોટા મોટા કોંગ્રેસના સિંહો ભાજપમાં જોડાય રહ્યા છે તેઓ કહ્યુ કે, કોંગ્રેસને બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ આવતી નથી અને એમને એમ મેદાનમાં ઉતરી જાય છે. કોંગ્રેસના સભ્યો અંદરો અંદર ખુશ થાય છે. નીતિન પટેલા આક્ષેપ લગાવ્યો કે, બજેટની ચર્ચા સમયે કોંગ્રેસના સભ્યોએ માત્ર હવામાં વાતો કરી હતી.

વિધાનસભામાં બજેટ મામલે ચર્ચા કરતા નીતિન પટેલે આક્ષેપ લગાવ્યો કે, કોંગ્રેસના સભ્યો લોકોને ગેરમાર્ગે દોરે છે. રાજ્યમાં બાળકો માથે દેવુ લઈને જન્મતા હોવાનો આક્ષેપ પર નીતિન પટેલે જવાબ આપતા કહ્યુ કે, ચિતા કરવાની જરૂર નથી. વિજયભાઈ  રૂપાણીની સરકારમાં કોઈ તકલીફ નહિ પડે. વિપક્ષ નેતા આક્ષેપ લગાવે છે. પરંતુ તેમાં તેમનો વાંક નથી તેમના શિરે વધુ જવાબદારી છે. તેમ કહીને નીતિન પટેલે કટાક્ષ પણ કર્યો.

(6:53 pm IST)